________________
- ૧
પ્રકરણ ૭ મું.
ઉઠાવી લેશે. પરંતુ આ યોજનાઓને પણ તેણે હિંદુસ્તાન છોડયું તે પહેલાં મંજુરી મળી નહિ. મુંબઈમાં પહેલી અંગ્રેજી નિશાળ ૧૮૨૮ માં ઉઘડી. આ વખતે એલિફન્સ્ટનને મુંબઈ છે એક વર્ષ થઈ ગયું હતું. તે જ વર્ષમાં પૂનાની સંસ્કૃત પાઠશાળાની સાથે એક અંગ્રેજી ખાતું જેડયું અને મુંબઈવાળી મહાન એલિફન્સ્ટન પાઠશાળા તો ૧૮૩૪ પહેલાં સ્થપાઈ ન હતી.
એલિફન્સ્ટનના આ કાર્યના હેવાલને અંતે. ૧૮૨૪ ના તેના દફતરી લેખમાંથી થોડાક ફકરા આપીએ. તે લખે છે કે –
આપણા હિંદી રાજ્યના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે આપણે પૂર્વનાં રાજ્યને ઉથલાવી નાંખ્યાં અને દેશની ધનાઢયતાનાં સર્વ સાધનો બંધ કર્યા; અને તેની સાથે આપણે પોતે એક પણ કામ ઉપયોગનું કે ભપકાનું કરી બતાવ્યું નથી. પણ હું ધારું છું કે આ ન્યાયસર નથી, વધારે ન્યાય પુર:સર તો એમ કહી શકાય એવું છે કે આપણે તદેશીય જનસમાજના બુદ્ધિના ઝરા સુકાવી નાંખ્યા છે, અને આપણા વિજયને સ્વભાવજ એવો છે કે જ્ઞાનના વધારાનું સર્વ પ્રકારનું ઉત્તેજન નષ્ટ થયું છે એટલું જ નહિ પણ આ લેકની વિદ્યમાન વિવા પણ ગુમ થઈ જવાને અને પૂર્વના મેધાવી પુરૂષોનાં પુસ્તકે ભુલાઈ જવાનો સંભવ છે. આ ઠબકાને દૂર કરવા ખરેખર કાંઈક કરવાની જરૂર છે.
તેજ વર્ષમાં તેઓ લખે છે કે
જે રાજાની નોકરીઓ માટે તદ્દેશીય લોકોને યોગ્ય કરવાની સંભાળ રાખવામાં આવે અને પછીથી તેમને નોકરી લેવાને ઉત્તેજન આપીએ તો
આ ચિત્ર તરતજ પલટાઈ જાય. પણ થોડી મુદતમાં જે રીતે અત્યારે યુરોપિયન જીલ્લાના વિભાગો ઉપર દેખરેખ રાખે છે તે પ્રમાણે દેશીઓને રાખતા પણ આપણે જોઇએ. આગળ જતાં તેઓ રજીસ્ટ્રાર અને સબકલેકટર અને લેટરઅને જજજ સુદ્ધાંતના અધિકાર ઉપર આવી શકે અને રાજ્યતંત્ર અને