________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૮
એલિફન્સ્ટને ૧૮૨૦ માં એક જાહેર સભાનું પ્રમુખ પદ સ્વીકારી નિર્ધનને કેળવણીનું ઉત્તેજન આપવાને માટે એક સભા સ્થાપી. તેણે પુસ્તકો છપાવવા અને ઇનામો આપવામાં ૫૦૦૦૦ પાઉંડની બક્ષિસ આપી અને તે પછીનાં સોળ વર્ષ સુધી આજ સભા મારફત દેશી ભાષામાં કેળવણી અપાઈ. પ્રાથમિક કેળવણીના સંબંધમાં પણ સવિસ્તર તપાસ કરવી શરૂ કરી અને આ તપાસનું પરિણામ જે ૧૮૭૨ માં પ્રસિદ્ધ થયું હતું તેમાંથી માલૂમ પડી આવ્યું કે મુંબઈ ઇલાકામાં ૧૭૦૫ શાળાઓ હતી અને ૩૫૧૪૩ વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા હતા. ત્યારે વસતિ લગભગ પચાસ લાખની હતી.
ઊંચી કેળવણીનો પ્રચાર કરવાના યનમાં એલ્ફિન્સ્ટનને પોતાની જ રાજ્યસભાની અને અધિષ્ઠાત મંડળની પ્રતિકૂળતા હતી. જાવાન સિવિલ્યાને માટે અને દેશી અમલરોને કેળવણી આપવાના ખાસ હેતુથી મુંબઈમાં એક મોટી પાઠશાળા સ્થાપવા એલ્ફિન્સ્ટનની ઇચ્છા હતી. એની રાજ્યસભાએ આ ખાસ હેતુની બાબતમાં પ્રતિકૂલતા બતાવી; અને આખી યેજના અધિષ્ઠાતુ મંડળે મંજુર કરી નહિ.
સામાન્ય કેળવણી માટે એલ્ફિન્સ્ટને એવી દરખાસ્ત કરી કે - (૧) દેશી નિશાળો સુધારવા અને વધારવી; (૨) તેમને માટે શાળા ગ્રંથો પૂરા પાડવા; (૩) હલકી કેમેને કેળવણુ લેવાને ઉત્તેજન આપવું (૪) યુરોપીયન વિદ્યા શીખવવાને નવી શાળાઓ સ્થાપવી; (૫) દેશી ભાષામાં નીતિ અને શારીરિક વિદ્યાનાં પુસ્તક તૈયાર કરવાં; (૬) ઈંગ્રેજી ભણાવવા સારૂ નવી નિશાળો સ્થાપવી. . (૭) અને લેકોને દરેક રીતે વિઘાની બાબતમાં ઉત્તેજન આપવું.
અધિષ્ઠાતૃ મંડળનું સમાધાન કરવા માટે એલિફન્ટને એવી દલીલ કરી કે આ નવી નિશાળોનું ખરચ ઘણું વેડું થશે અને તેના ભાગ ગામડાંઓ