________________
૩૦૨
પ્રકરણ ૭ મુ.
આ સેવા બજાવવા માટે કૈં ઓફ ડિરેક્ટરોએ મદ્રાસ સરકાર રૂબરૂ સરટામસ મનાની ઘણી પ્રશ ંસા કરી અને હિ ંદુસ્તાનના પ્રજામતે તે પ્રશંસાને પૂર્ણ અનુમેદન આપ્યું. તાપણ કહેવુ જોઇએ કે મનેાના કેટલાક હેતુ હજી સફળ થયા નથી. ગામડાંઓની પોલિસ ગ્રામણીઓના હાથમાં મૂકવાને તેને યત્ન છેડી દેવામાં આવ્યા અને અત્યારે આખા હિંદુસ્તાનને માટે પેલિસનુ એક જુદુજ દળ છે. તેમજ પંચાયતની યાજના સજીવન કરવાના યત્ન પણ નિષ્ફળ ગયેા. તેનાં કારણે ખીજે ઠેકાણે આપ્યાં છે વધારે સારી તજવીજથી ગામ પાંચાની યેાજના કરવાને વખત હવે આવી પહેાંચ્યા છે જ્યાં સુધી સરકાર એ યોજના અમલમાં નહી મૂકે ત્યાં સુધી લેાક સાથે ઇષ્ટ સંબંધમાં આવી શકશે નહી.
બીજી તરફ મનાએ કરેલી ભૂલ-કલેકટર મેજીસ્ટ્રેટ અને પેાલીસના આધકાર એકજ હાથમાં મૂકવાની ભૂલ-કાયમ થઇ ગઇ છે. આ ભૂલ થઇ તે વખત સને ૧૮૧૫-૧૬ માં પણ મદ્રાસની સરકારે સખ્ત વાંધા લીધે હતા તે સંબંધે મદ્રાસ સરકારના સભાસદ મિ. ઝુલરટન એ બાબતમાં સ્પષ્ટ શબ્દમાં લખે છે કેઃ—
“ મને ખાત્રી છે કે કલેકટરના હાથમાં મેજીસ્ટ્રેટને અધિકાર મૂકવાથી એવા સયાગ આવશે કે જે ન્યાયપદ્ધતિ દાખલ કરવાથી જે ફાયદો થશે તેને રદ કરશે. કારણ કે તેથી વહીવટી અધિકારીઓના હાથમાં વધારે પડતી સત્તા આવશે અને ન્યાયખાતાના રક્ષણમાં લેકને જે શ્રદ્ધા બેસવા માંડી છે તે ઓછી થશે. ”
મદ્રાસ સરકારના પણ એજ અભિપ્રાય હતા. તેમનુ ધારવું એવું હતુ કે કલેકટરના હાથનાં પેાલીસની દેખરેખ રાખવામાં વાંધે નથી પણ મેજીસ્ટ્રેટના અધિકાર તે તેના હાથમાં રહેવું નજ જોઇએ. આ સવાલ છેક અધિાત્રી સભાની પાસે ગયા અને તેમને મદ્રાસની સરકારને મત રદ કરી વહીવટી અને મેજીસ્ટ્રેટની સત્તા એક હાથમાં રાખવાનું મજુર કર્યું.