________________
બ્રિટિશ હિંદુસ્તાનને ૧ કલેક્ટરને મેજીસ્ટ્રેટની સત્તા આપવી; અને ગામડાંઓની પોલિસની વ્યવસ્થા ગામડાંઓમાંના મુખીઓને જ સોંપવી.
(૨) ગ્રામ પંચાયતનું પુનઃ સ્થાપન કરવું. (૩) દેશી ડિસ્ટ્રિકટ જજે અને કમિશનરો નીમવા. (૪) પિટા કાયદાઓનો અમલ કરવાની કલેકટરને સતા આપવી. (૫) જમીનદારની માલ જપ્ત કરવાની સત્તા ઉપર અંકુશ મૂકવા. (૬) સીમાની તકરારોના નીકાલ કલેકટરે કરવા.
આ છ સૂચનાઓમાં બે મુખ્ય તર જોવામાં આવે છે. પહેલું એ કે ન્યાય ખાતું, ગામના મુખી, ડિસ્ટ્રિકટ જજ અને કમિશનર તરીકે દેશીઓના હાથમાં રાખવું. અને બીજુ કે વસુલાતી અધિકારીનું મેજીસ્ટ્રેટનું અને પોલીસનું એ ત્રણે કામે એક અધિકારીની એટલે ડિસ્ટકટ કલેકટરના હાથમાં એકત્ર કરવું. પહેલે વિચાર માત્ર અંશતઃ અમલમાં મૂકાય છે અને હજી ડિસ્ટ્રિકટ
જૂની જગાઓ યુરોપિયનને માટે બેટી રાખવામાં આવી છે. એને બીજે વિચાર તે વખતની અવ્યવસ્થા અને અરાજ્યને માટે ન્યાયયુક્ત હશે, પણ તે દુર્ભાગ્યે અત્યાર સુધી અમલમાં છે.
આ કમિશને કેટલી મહેનત અને પત્રવ્યવહાર પછી મદ્રાસની સરકાર આગળ સાત કાયદાઓ રજુ કર્યા. અધિષ્ઠાત્રી સભાના પત્રો પણ ૧૮૧૫ ના ડિસેમ્બર સુધીમાં આવી પહોંચ્યા, મદ્રાસ સરકારની અને મુખ્ય અદાલતની સૂચનાનુસાર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા; અને આખરે ૧૮૧૬ માં સેળ કાયદાઓ પસાર થયા.
આ કાયદાઓની તાત્કાલિક અસર એ થઈ કે મદ્રાસમાં દેશીઓને મોટી સંખ્યામાં જવાબદારીની નોકરીઓ મળી અને ન્યાયખાતાનું ઘણું કામ એમના હાથમાં આવ્યું. આ સુધારે કમ્પનીના વિચારવંત મેકરેએ ઘણું વર્ષથી ધારી મુક્યો હતો. અને તે રાજ્ય વહીવટને સારા પાયા ઉપર મૂકવા માટે જરૂરને હતિ. ટોમસ મને એ પહેલવહેલેએ અમલમાં મૂક્યો.