________________
પ્રકરણ ૭ મું.
ખરાબીમાં બાતમીદારોનાં દુઃખો ભળ્યાં. ખોટી ફરીયાદો ઉપરથી ગામડાઓના લોકોને વિવેકવિના પકડવા માંડવા; મહીનાઓ સુધી અને વખતે વર્ષોનાં વર્ષો સુધી જેલમાં રહે તે પછી તેમના ઉપર કામ પણ ચાલતાં અને કેટલીક વાર તે જેલમાં પૂરી થતા. બંગાળાની પ્રત્યેક જેલો સેંકડે અને હજારો નિર્દોષ માણસોથી ઉભરાતી હતી; અને ગામડાના લોકોને માજીસ્ટ્રેટના કરતાં બાતમીદારના ઠેષને વધારે ભય રહે.
૧૮૧૩ માં અધિષ્ઠાત્રી સભાએ ઈંગ્લંડમાં વસતા અધિકારીઓને ન્યાયખાતા સંબંધે કેટલાક પ્રશ્નો પૂછ્યા તેમાંનો મોટો ભાગ હજી દેશીઓ ઇન્સાફના કામને માટે ના લાયક છે એ જૂના વિચારને જ વળગી રહ્યા. આ વિચારમાં એક ગુણ એ હતો કે ઇન્સાફની મેટી જગાઓ પોતાના ભાઈ ભત્રીજા અને સગાંવહાલાં માટે બેટાઈ રખાતી હતી. પણ કમ્પનીના
કરમાંના ડાહ્યા અને વિચારવાન નેકરે આ મતનું પિકળપણું સમજી શકતા હતા, અને તેઓએ સ્પષ્ટ અભિપ્રાય આપે કે હિંદુસ્તાનને લેકની પિતાની સહાયતા વિના વ્યવસ્થામાં રાખવું મુશ્કેલ છે. આ અભિપ્રાય તે વખતે હી મનાતો હતો.
બંગાળાવાળા સરહનિસ્ટ્રેચિ, મદ્રાસના ટોમસ મને અને મુંબઈના કર્નલ વૈકરનાં મુબારકનામ આ અભિપ્રાયને માટે સ્મરણમાં રાખવા જેવાં છે.
મ–મદ્રાસ, આ અભિપ્રાયોની અસર ઈગ્લેંડના પ્રજામત ઉપર થઈ, અને હિંદુસ્તાનના ઇન્સારી ખાતામાં સુધારા કરવાનો અધિષ્ઠાત્રી સભાએ વિચાર કર્યો. તેમણે આ બાબતની તપાસ કરવા સરટોમસ મનના પ્રમુખપણ નીચે એક ખાસ કમિશન નીમ્યું તે સને ૧૮૧૪ ના જૂનમાં ઇંગ્લેડથી ચાલ્યો, અને ચાર મહીનામાં મદ્રાસ ઉતર્યો. નાતાલ શરૂ થતાં પહેલાં તે તેણે પોતાની સૂચનાઓ સરકાર આગળ રજુપણ કરી, જે નીચે મુજબ હતી.