________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
મદ્રાસની સરકારે આ હુકમ માન્ય તો રાખ્યો પણ બહુજ દીલગીરી સાથે રોબર્ટ ફુલરટને ફરીથી નોંધ કરી કે,
મને બહુ શોક થાય છે કે મારા અભિપ્રાય ઉપરી સત્તાના હુકમ અને અભિપ્રાયોથી જૂદા નીવડે છે; પરંતુ તે કારણથી હું તે બદલી શકતા નથી. વચમાં વિચાર કરવાની તક મળતાં અને તે પછી મળેલા દસ્તાવેજોનું મનન કરતાં મારા પૂર્વના અભિપ્રાય દઢતર થાય છે. અને મને વધારેને વધારે ખાત્રી થતી જાય છે કે એક જીલ્લાની તમામ મેજીસ્ટ્રેટને અધિકાર એકલા કલેકટર નાજ હાથમાં રાખવાથી–જેમાંનો ઘણો ભાગ દેશી મદદનીશને સંપ પડશે અને જેના ઉપર જીલ્લાના જજજની કોઈકવાર મુલાકાત થાય તે પ્રસંગ સિવાય બીજી રીતને અંકુશ રહેવાનો નથી-પરિણામ એ આવશે કે વહીવટી ખાતામાં એટલી બધી સત્તા આવશે કે જેના દુરૂપયોગ સામે કોઈ પણ કાયદે સર અને અસરકારક ઉપાય રહેશે નહિ.”
મુંબઈ હવે આપણે મુંબઈ, તરફ વળીએ. મુંબઈ,બંગાળા અને મદ્રાસબ્રિટિશ સરકારના હાથમાં આવ્યાં તે પછી અર્ધા સૈકા પછીથી આવ્યું હતું. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી બંગાળામાં બ્રિટિશ સત્તાને દઢ અમલ બેસી ગયા હતા, અને ૧૭૬૧ માં વૅન્ડિવંશનું યુદ્ધ થયા પછી મદ્રાસમાં પણ પશ્ચિમ હિંદુસ્તાનમાં હજી વોરન હેસ્ટિંગ્સ અને લોડ વેસ્લીનાં યુદ્ધ છતાં મરાઠાઓ પોતાની મહત્તા જાળવી રહ્યા હતા. બ્રિટિશ આયુધની મદદથી ૧૮૦૨ માં છેલ્લા પેશ્વાને પુનાની ગાદીએ બેસાડવામાં આવ્યા હતા, અને તહનામાની રૂઇએ પિતાના રાજ્યની હદમાં એક બ્રિટિશ સૈન્ય તે રાખતા હતા. અહીંઆ પેશ્વાઈન અંતની શરૂઆત થઈ. પિતાના નવા મળતીયાનું સત્તાનું બળ પેશ્વાને તરતજ જણાયું; અને તેના અંકુશ નીચે અસ્વસ્થ રહેવા લાગ્યા. આખરે તેણે બુરખે કહાડી નાંખ્યો. એક લડાઈમાં તેમણે હાર ખાધી; અને ૧૮૧૭ માં પેશ્વાને મુલક બ્રિટિશ ખાલસા કર્યો..