SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २८१ પ્રકરણ ૬ હું, અને કલકત્તા વચ્ચે એક પ્રયોગયાત્રા કરવાની ચર્ચા ચાલી હતી. મિ. પિન્સેપે આ બાબતમાં છેક ૧૮૨૮ માં એક યોજના રજુ કરી હતી. તેણે લખ્યું છે કે ચીનની નદીઓ સિવાય આખા જગતમાં બીજી કઈ નદી નથી કે જ્યાં ગંગા નદી જેવો વ્યવહાર ચાલતો હોય. ૧૭૮૦ માં માત્ર આ નદીમાં વહાણ ચલાવવાના ધંધામાં ત્રીસ હજાર માણસોને નિર્વાહ થતો હતો. તે પછી આ સંખ્યામાં વધારે થયો હતો. એક ક્ષણ પણ એવી નથી જણાતી કે જે વખતે આ નદીમાં વહાણોની પરંપરા આવજા કરતી ન હોય. આ વ્યવહાર મુસાફરી અને વેપારની કેટલી સેવા કરે છે તેની ગણત્રી પણ થઈ શકતી નથી.” અત્યારની રેલવે વેપારની વધારે સંગીન સેવા બજાવે છે. પણ તે પરદેશી મુડીથી બંધાયેલી છે, અને પરદેશી ભાગીદારોને વ્યાજ આપે છે. અને લાખો ખલાસીઓ વહાણ બાંધનારાઓ ગાડાંવાળાંઓ અને બળદની પોઠા રાખનારાએનો પિતાને ધંધે ગુમ થયેલ છે. આ અરસામાં નહેર રેલ્વેના સવાલની ચર્ચા થઈ હતી. નહેર અને એક સડકની રે વે બાંધવાનું ખરચ સરખુ થશે એવી ગણત્રી કરવામાં આવી હતી. આશરે માઇલ એકના ૯૦૦ પાઉંડ. અને નહેરમાંથી ૧૯૦ પાઉંડ ઉપજે અને રેલવેમાંથી ૧૭૫ પાઉંડની ઉપજ થાય. વ્યવહારની નહેરમાં પાણી પાવા માટે હેર બાંધવી પડે તેના જેવા કામની જેમ જરૂર નથી તેમ તે કામ તેથી બહુ જુદા પ્રકારનું પણ નથી. પણ જાનવરથી ચાલે તેવી રેલવે બાંધવી એ સાદામાં સાદુ કામ છે; અને તેમાં હેરેના પ્રમાણમાં કંઈ મુશ્કેલી નથી. તેમજ રેવે હેર કરતાં વધારે પસંદ કરવા લાયક છે, કારણકે તેમાં પાણી જોઇતું નથી. પણ સવાલ એ છે જે અંદરના વ્યવહાર સુધારવામાં જે ખરચ કરવામાં આવે તેના કરતાં પાણી પાવાની જે નહેરો અત્યારે છે તે અથવા નવી બાંધવામાં આવે તેને ઉપર ખર્ચ કરવામાં વધારે ફાયદો છે કે નહિ તે જોવાનું છે. અહીં જે
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy