________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૨૯૫ પછી લોર્ડ એલનબરો જેમણે આપણે ઉપર જોયું તે પ્રમાણે દેશ દાણ કહાડી નાંખવા પ્રથમ મેહેનત કરી હતી તેઓ ૧૮૪ર માં ગવર્નર જનરલ થઈને આવ્યા. તેમણે ૧૮૪૩ માં સિંધમાંથી, અને ૧૮૪૪ માં એક કાયદે કરીને મદ્રાસમાંથી દેશ દાણ રદ કર્યું.
૧૮૫૩ માં હાઉસ ઓફ કોમન્સની સિલેકટ કમિટિમાં લોર્ડ એલનબરો. જે એક સભાસદ હતા તેમણે મિ. વેલ્યન જેઓ સાક્ષિ થઈને આવ્યા હતા તેમને આ બાબતમાં સવાલ પુછયો હતો. જવાબમાં તેમણે કહ્યું કે જે મારો રિપોર્ટ પ્રસિદ્ધ ન થયું હતું અને હમેશની રીત મુજબજ તેની ચર્ચા થઈ હતી તે હું ધારું છું વર્ષોનાં વર્ષો નીકળી ગયાં હત; પણ તે રિપોર્ટ પ્રસિદ્ધ થયા અને સહુને આ દેશ દાણની રીત સિંઘ જણાઈ,
આ વખતે હિંદુસ્તાનમાં એક સરખો સિદ્ધ ન હતે કલકત્તાના સિક્કા મદ્રાસના કરતાં ૬ ટકા જેટલું વધારે કિંમતી હતી. મહેર સેળ રૂપીઆ . માટે લેવાતી. પણ સોનાના ભાવ રૂ. ૧૮ સુધી પહોંચતાં તેનો ઉપયોગ બંધ થઈ ગયો. બેન્ક ઓફ ઈગ્લેંડના ગવર્નરે ૧૮૩૨ માં પોતાની જુબાનીમાં કહ્યું હતુ કે -
હિંદુસ્તાનમાં વાસ્તવિક ચલણ રૂપાનું હેવાથી સેનાને સિકો ચાલતો નથી તેમ ચાલશે પણ નહિ. સેનાનુ ચલણ હિંદુસ્તાનમાં અમલમાં મુકવાની બાબતમાં હું વિરૂદ્ધ છું.
રાતા સમુદ્ર દ્વારા ઈગ્લેંડ અને હિંદ વચ્ચે આગબોટને વહેવાર શરૂ થઈ ગયા હતા. પણ હજી તેમાં ખરચ બહુ પડતું. તે વખતે મુંબઈથી સ્વેઝ જતાં તેત્રીસ દિવસ થતા. અત્યારે તેના ચોથા ભાગને જ વખત લાગે છે,
બંગાળાની નદીઓમાં આગબોટના વહેવાર શરૂ કરવાની અને પ્રયાગ