SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પ્રકરણ ૬ ડું. જ્યારે અનુકૂલ જણાશે ત્યારે આ મુલકી જકાત કહાડી નાંખવાની તેમની ઇચ્છા છે. સ્થાનિક સરકારને આવા વિષયમાં જહાંગીરી હુકમ આપવા, એ અમને કવખતનું અને અનિષ્ટ જણાય છે. બીજા શબ્દોમાં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ હિંદની સરકારને આગળ ધરીને સુધારો કરવાની પોતાની ફરજની અવગણના કરી. આ રીતે દુર્ભાગ્યે બહુ સાધારણ થઈ પડી હોય એમ જણાય છે. પણ ભાવીની વક્રતાથી આ વખતે એમનું ચાલ્યું નહિ. ટ્રેવેલ્યનના રિપોર્ટથી હિંદુસ્તાનને પ્રજા મત હાલી ઉઠયો હતો; અને ઉત્તર પ્રાંતમાં મિ. રેસે પિતાની હકૂમતમાં પિતાની જવાબદારીથી મુલકી જકાત કહાડી નાંખી અને લોર્ડ વિલ્યમ બેન્ટિકની પછીના અધિકારીએ એજ પ્રમાણે ૧૮૩૬ ના માર્ચની પહેલી તારીખે બંગાળાની દાણુની ચેકીઓ બંધ કરી, અને એ મહીનાથી દરવાજાની જકાત પણ કહાડી નાંખી. અધિષ્ઠાત્રી સભાને આ પગલાં પસંદ કરવાની તો ફરજ પડી પણ “ઉપજના નુકશાનનો બદલે લેવાની કંઇ પણ યોજના ઘડ્યા વિના આપ નામદારને આ કામ એકદમ કરવાની જરૂર પડી” તેથી પોતાની દીલગીરી બતાવી. હવે આપણે મહારાણી વિકટેરીઆના રાજ્યારોહણના સમય સુધી આવી પહોચ્યા છીએ, પણ મુલકી દાણની બાબત પુરી કરવા સારૂ જરાક આગળ જઈએ. લોર્ડ કલંડ ૧૮૩૬ માં મહારાણીના પહેલા ગવર્નર જનરલ થઇને આવ્યા. પણ આનો અમલ એક મોટા મુમ્બઈના કામથી આરંભાયો. લોર્ડ વિલ્યમ બેટિકની શાન્તિ કરકસર અને સુધારાની રાજ્યનીતિનો અનાદર કરીને આપણે અફઘાન યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામ એ આવ્યું કે એક મિત્ર જેવી લડાયક પ્રજાને શત્રુ બનાવી. ૧૮૪૨ માં ૪૦૦૦ સૈનિકો અને ૧૨૦૦૦ અનુયાયિઓ ખાઈને આપણે પાછા આવવું પડયું. અને હિંદુસ્તાન નની સરહદ બહારની લડાઇમાં હિંદુસ્તાનની ઉપજનો ભોગ અપાયો.
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy