________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૯૭
રેલ રસ્તાઓની વાત કરીએ છીએ તે જાનવરની શક્તિથી વાપરવાના રસ્તાઓનેજ માટે. કારણ કે એન્જિનના વપરાશના રતાની વાત કરીએ તેમાં તે કામનો ફેર પડી જાય છે. અને ખરચ પણ ઘણું જ વધી જાય છે, કેમકે જે ઢોળાવ અને વાંક જાનવરના રસ્તામાં રાખી શકાય તે એન્જિનમાંરાખી શકાય નહિ. મેન્ચેસ્ટર અને લીવરપુર વચ્ચે એન્જિનની રેલમાં માઈલના ૨૫૦૦૦ પાઉંડ ખરચ થયું હતું. જ્યારે ઇંગ્લંડમાં જાનવરની રેલવેની બેવડી સડકમાં માત્ર ૫૦૦૦ પાઉડજ ખરચના આવ્યા હતા. હમણાં તળાવ ખાતામાં જે કામ ચાલે છે તેમાં થોડાંક ગાડાં અને સલેપાટ મોકલી દીધા હોય તે મને યોગ્ય જણાય છે. એક હજાર વાર જેટલા બેવડા સલેપાટ તાત્કાલિક ઉપયોગ સારૂ ઈગ્લાંડમાં જેવા વપરાય છે તેવા ૨૫૦ પાઉંડમાં મોકલાવી શકાય.”
* રેલવે અને હેર વચ્ચેની જબરી ચર્ચાને આમાં આરંભ થાય છે. આ ચર્ચા પછીના દસકાઓમાં ચાલી હતી. અને રેલવેને પસંદ કરવામાં આવી, અને હિંદુસ્તાનની ખેતીને ફાયદો કરે તેવી નહેર બંધ રહી. બ્રિટિશ વેપારીઓની હિંદુસ્તાનની સરકાર ઉપર એટલી વગ હતી કે હિંદુસ્તાનની સરકારે હિંદમાં રેલવે બાંધવા સારૂ જામીનગીરીઓ આપી. ૧૯૦૦ ની સાલ સુધી ૨૨૫૦૦૦૦૦૦ પાઉડ રેલવે પાછળ ખરચાયા તેમાં હિંદુસ્તાનને કાંઈપણ નકે તે મળ્યો નહિ, પણ ઉલટો ૪૦૦૦૦૦૦૦ નું નુકસાન લખાયું. અને હિંદની ખેતીના હિતની તુલના એટલી થેડી હતી કે નહેરો પાછળ ૧૯૦૦ સુધી માત્ર ૨૫,૦૦૦૦૦૦ પાઉંડ ખર્ચાયા હતા અને હિંદુસ્તાનમાં જ્યારે વીસ કરોડ એકર જમીન વર્ષોવર્ષ ખેડાય છે ત્યારે આવી રીતની હેરથી માત્ર બે કરોડ એકર જમીનનુંજ રક્ષણ થાય છે.