________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૨૯૧
પ્રતિષ્ઠાને લીધે તેની પાસેથી જુલમી પાનસોપારી લેવાય પણ નહીં. પણ નાના વેપારીને તે સહેજ સાજ પાનસોપારીમાં પણ તેના સાહસને નફો હજમ થઈ જાય, અને તેની પાસે વિવેકથી પાન સોપારી લેવાશે તેને માટે કંઈપણ ખાત્રી નહીં.” “અત્યાર સુધી ઈગ્લંડમાં સત્તાધીશેનું તેમજ વ્યાપારી મંડળનું ચિત્ત યુનાઇટેડ કિંગડમના માલને માટે બજાર શોધવામાં જ રોકાયું હોય એમ જણાય છે. તેથી તેમણે હિંદુસ્તાનના આયાત વેપાર ઉપર નિકાસ વેપાર કરતાં વધારે નજર રાખી જણાય છે. ૧૮૧૦ ના નવમાં ધારાથી જે જકાત નાંખવામાં આવી હતી તેથી ઇગ્લેંડથી અહીં આવતો કેટલોક માલ બંધ થઈ ગયો છે, અને નિકાસમાં ગળી, કપાસ, ઉન, અને શણુએટલાને નિબંધ કર્યો છે, તે પણ હું ધારૂછું કે ઈન્ડિયાના હિત કરતાં ઇગ્લેંડના હિત માટે.
કલકત્તાના વેપારની ચીજો ઉપર કાળજીથી વિચાર કરતાં મને એમ જણાયું છે કે મુલકી વેપાર ઉપરનો વેરો લાંબા નુકસાન વિના આપણે કાઢી શકીશું, જે આપણી પશ્ચિમની સીમા ઉપર મીઠા ઉપર જે કર નાંખવામાં આવ્યા છે તે કાયમ રાખીએ તે.
“ આયાત નિકાસ જકાતમાં કોઈ ફેરફાર કર્યા વિના-જે આપણે મુલકી વેરો કાઢી નાંખીએ તે ૩૭ લાખનું નુકસાન થાય છે અને મીઠાને વેરે કાયમ રાખીએ તે બાવીસ લાખનું હું ધારું છું. આ તમામ નુકસાન દરીઆઈ વેપાર ઉપર નવી જકાત તરતમાં નાંખવાથી પુરી શકાશે નહીં, પણ કેટલાક તે ખાડે નિશ્ચયથી પુરી શકાય; અને આ સૂચનાથી વેપાર વધશે, અને ખરચ ઓછું થશે તેથી સરવાળે નુકશાન નહીં આવે એમ હું ધારું છું.”
પણ હૅલ્ટમેડેન્ઝીનું કહેવું કેઇએ સાંભળ્યું નહીં. ઇસ્ટ ઇન્ડિયા કમ્પની હિંદુસ્તાનના વેપારની આબાદી માટે બાવીસ લાખનું પણ નુકશાન તરતને માટે કે નહીં. હિંદુસ્તાનના લેકની આબાદી માટે અમને ઘણી ચિંતા છે એમ હેડેથી કહેતાં છતાં એક પાઈનું પણ નુકશાન ખમવાને કમ્પા