________________
પ્રકરણ ૬ કું.
ધણી થઇ તે વખતે નવાબ મીર કાસીમનું અનુકરણ કરીને મુલકી વેપારને કચરી નાંખતા આ ચીલાવેરે। કાઢી નાખી વેપારને મુક્ત કરવાની કમ્પનીને તક મળી. પણ આ વેરાથી થેાડી પણ ઉપજ આવતી હતી; અને ઇસ્ક્ર ઇન્ડિયા કમ્પની જરા પણ ઉપજ ખાવાને તૈયાર ન હતી.
२८०
ચીલાવેરે બ્રિટિશ અમલ નીચે પ્રથમ કરતાં વધારે જુલમી થયા. કારણ કમ્પનીની સત્તા વધારે ઘેરી સ્વચ્છંદી અને નિઃસ દેહ હતી, અને ચેકી ઉપરના દરેક હલકા પગારના મહેતાને વધારે જુલમ કરવાનાં સાધન આપનારી હતી. આ અનિષ્ટતા ૬૦ વર્ષ સુધી વધતી ચાલી, પણ આખરે ૧૮૨૫ માં હાલ્ટમેકેન્ઝીએ તે વેરા પેાતાની નાપસંદગી જાહેર કરી. તેઓ લખે છે કે,
“કેટલીક ચીજોને દસ દસ ચેાકીઓમાંથી પસાર થવું પડે છે. અને આ દેસની મુખ્ય પેદાશમાંની કોઇ પણ ચીજ એવી નથી કે જેની વારંવાર આ કારણથી અટકાયત નહિ થતી હોય. એમ માનીએ કે આ ચેકીમાં કઇ અટકાયત થતી નથી તેમ કાંઇ પૈસા કાઢવા પડતા નથી તેપણુ દેશના વ્યાપારને આથી ઘણી અટકાયત થાય છે, કારણકે ચાકીરૂપી દીવાલવાળા દેશેા વચ્ચે, ૫ થી ૭ ટકા જેટલી સરકારી જકાત અને લાવવા લઇજવા વગેરે વાણિજ્યના ખીર્જા ખર્ચે- તે બધાં પાસાઈ શકે તેટલા ભાવના ફેર ન ઢાય તો, વેપાર સ ંભવી શકે જ નહિ. બીજી આથી ભાવના સ્વાભાવિક ફેરફારમાં વધારા થાય છે અને ઉપલેાગ બિલના ધારણ વિરૂદ્ધ, જે લોકોને ઉપભાગને માટેજ, જકાત બાદ કરતાં પણુ, સહુથી વધારે આપવું પડે છે, તેમના ઉપર આ વેરે। પડેછે. “ વળી સરકારી જકાતમાં જ્યારે આપણા ચાકીવાળાનાં પાનસેાપારી ઉમેરીએ ત્યારે આપણને ખાત્રી થાય છે કે થોડી મુડીથી ચાલતા તમામ વેપાંર્ અટકતાજ હાવા જોઇએ. શ્રીમંત વેપારીને ભારે પાનસેાપારી આપવામાં અડચણ આવે નહિ; કારણ કે તેના જથાબંધ વેપારના પ્રમાણમાં ખર્ચ પાસાણ જેટલું જ આવે, અને તેની પાતાની