________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક તિહાસ,
ઉપયોગ માટે ચઢાવાતાં, અને ઇંટા પકવવામાં કામે લાગતા. પુ દેલખંડમાં પણ કાલસા માલમ પડશે। હતા, અને કચ્છમાં પુષ્કળ
૨૭૩
કચ્છના કાલસે એન્જીન માટે સારા નહતા. મુંબઇમાં વિલાયતી કાલસે સસ્તા પડતા. બહૂઁવાનનેા કાલસા હિંદુસ્તાનમાં સહુથી સારા હતા, અને કલકત્તામાં તે તેજ વપરાતા. યુોલના દસ આના એની કિ`મત હતી. લોખંડ પકવવામાં તે વિલાયતી કાલસા જેટલા સારા ગણાતા ન હતા. શ્રેષ્ઠ વિલાયતી કાલસા અને શ્રેષ્ઠ બંગાળાના કાલસા, એ વચ્ચે સરસાનું પ્રમાણ ૫ અને ૩ તુ હતુ.
હિંદુસ્તાનનાં જંગલોમાં જગતમાં જેટલાં સાગવાન લાકડાં થાય છે તેટલાં અથવા તેને ઠેકાણે કામ આવે તેવાં થાય છે. મુખ્ય જાત, શેગુણુ, શાલ, સિસમ, તુન, નીરૂલ, આંખેા-સાલ ધર અને વહાણ બાંધવામાં વપરાતું, અને લશ્કરી કામમાં ઉપયાગમાં આવતું પણ ખરાબ અને ખરચાળ વહીવટથી શાલ સિસમ અને વાંસ ઉતરી ગયા હતા. પાઇન અને એક પણ પુષ્કળ હતાં. હિંદુસ્તાનનાં સાગવાનને પરદેશ સાથે વેપાર થઇ શકે એમ છે.
અફીણ અને મીડું.
આ બે બાબતામાં ઇસ્ટ ઇન્ડિયા કમ્પની જે અત્યારે હિંદુસ્તાનની સરકાર જેમ અનધિકાર રાખે છે તેમ તે વખતે પણ રાખી રહી હતી. હાલ્ટ મેકેન્ઝી જેમને પુરાવા ૧૮૩૨ માં લેવાયા હતા તે કહે છે કે અણુ અને મીઠાને પાક ઉપજને માટે લેવાય છે, વેપારને માટે નહિ. મારા અભિપ્રાય એવા છે. આ બન્ને ચીજોના સંબંધમાં સૂચવેલા ફેરફારામાં એક પણ એવે નથી કે જેથી ઉપજને નુકસાન ન થાય. મીઠાના પાકમાં હું નથી ધારતા કે જકાત નાંખવાથી આપણે અત્યારે જાહેર વેચાણથી જે ઉપજ મેળવીએ છીએ તે ઉપજ આપણને મળી શકે.
18