________________
૨૭૪
પ્રકરણ ૬ હું.
'
અફીણમાંથી પણ આપણને માટી ઉપજ મળે છે; અને ખરચના પ્રમાણમાં વેચાણ એટલે ઉંચે ભાવે થાય છે કે હું નથી ધારો કે તેટલે ન આપણને બીજી કોઈ રીતે મળી શકે. અને જે કે વેપારની દષ્ટિએ જોતાં આ રીતની સામે ઘણુ વાંધા છે તે પણ ઉપજની જરૂર તે બધા વાંધા સામી તળવા જેવી છે, અને મારો મત એવો છે કે બીજી કોઈ રીતે તેટલી જ ઉપજ આપણને મળી શકે તેમ નથી.
ઉપસંહાર.
આ ઉપરથી જણાશે કે ૧૮૩૦-૩૨ ની તજવીજ દરમીયાન જે પુરાવો એકઠા કરવામાં આવ્યા છે તે તે વખતની આપણી ઔદ્યોગિક સ્થિતિ બતાવવા માટે બહુ કિંમતી છે. ૧૮૦૦ અને ૧૮૧૫ ની વચ્ચેની સ્થિતિ માટે મિ. બુકાનનો પુરાવે એટલેજ કિંમતી છે; પણ પાર્લામેન્ટને પુરાવો છે. બુકનનની તજવીજ કરતાં બહુ અધુરે છે. લોર્ડસ અને કોમન્સની કમિટીને તે ઈગ્રેજી મુડી જેમાં રોકાયેલી હતી અથવા રોકાવાને સંભવ હતા, તેવા ઉદ્યોગ સંબંધે તજવીજ કરવાની જરૂર હતી. હિંદુસ્તાનના ગરીબ લોક જેમાંથી રોજી કમાતા હતા તે ધંધા, જેવા કે કડીયા સુતારનાં કામ, પથર વડવાને, વહાણ બાંધવાને, ઘરનો સરસામાન બનાવવાનો, તાંબા પીતળનાં વાસણે બનાવવા, લોખંડકામને, સોના રૂપાના કામને, રંગવાને, ચામડા કેળવવાને, અને હિંદુસ્તાનના ગગડી પડતા વણવા કાંતવાના વધાઓ; તે સંબંધે આ કમિટીને કંઈ લેવાદેવા નહતી.
પડેલા પુરાવા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ખેતીવાડીની બાબતમાં ઇગ્રેજો આપણને કંઈ શીખવી શકે તેમ નહતું. પણ અનાજને સાફ કરવામાં અને ખાંડવાની બાબતમાં, કાંતવા વણવાની બાબતમાં, ગાળી, તમાકુ અને ખાંડ તૈયાર કરવાની બાબતમાં, બુનવાણું અને ચાહે ઉગાડવામાં, લોખંડ ઘડવામાં