________________
૨૨
પ્રકરણ કહ્યું.
લેખંડ હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હતું. રામનામાં બ્રિટિશ અથવા સ્વીડીશ લોખંડના કરતાં તેને ભાવ ઉંચે આવતે. તે બહુજ નરમ હતું. પણ તૈયાર કરેલું હિંદનું લેખંડ વિલાયતી લોખંડ કરતાં ઉતરતું નીવડતું કારણ કે માલ તૈયાર કરવામાં કુચ બહુ પડતો હતો, એટલે તૈયાર કરવાની રીતમાં ફેર હતો. બંગાળામાં બર્દવાનની પડોશમાં ઊંચું લોખંડ માલમ પડતું હતું. પણ મદ્રાસના કીનારા તરફ જે મળતું તે તેના કરતાં ઊંચું હતું. તેની ગજવેલ કરવામાં મુશ્કેલી પડતી પણ જ્યારે બનતી ત્યારે ગજવેલ બહુ ઊંચા પ્રકારની બનતી. મિ. હીથે મદ્રાસ આગળ એક લેખંડનું કારખાનું કાઢયું હતું. તેણે યુરોપિયન સાંચા આપ્યા હતા અને
જ્યાં સુધી કમ્પનીને પટો ચાલે ત્યાં સુધી તેને અનન્યાધિકાર આપવામાં આવ્યો હતા. આ લોખંડ બીજા કોઈ સ્વદેશી લોખંડ કરતાં ઉંચું હતું એટલું જ નહિ પણ સ્વીડિશ લોખંડ કરતાં પણ ઉંચું હતું. કચ્છનું લોખંડ ખાસ કરીને ઊંચું હતું. ત્યાં તે જમીન ઉપર પડેલું જણાતું. ટોપલીઓમાં તે વીણીને એક કરવામાં આવતું અને કાલસામાં પકવવામાં આવતું. આખા હિંદુસ્તાનમાં સારામાં સારી ગજવેલ કચ્છમાં બનતી, અને તેમાંથી તલવાર બસ્તર વિગેરે બનતાં. હિંદુસ્તાનના વાયવ્ય પ્રાંતમાં તાંબુ જડી આવતું.
કેલર્સ અને સાગવાન. બંગાળામાં બર્ડવાનમાં કોલસાની મોટી ખાણ હતી. અને ૧૮૩૨ માં વર્ષે દહાડે ૧૪૦૦૦ થી ૧૫૦૦૦ ટન કોલસો કાઢવામાં આવતો. આ ખાણો ઉપયોગમાં લેવાની શરૂવાત ૧૮૧૪ થી થઈ પણ વિશાળ કારખાનાં ૧૮૨૫ થી ચાલવા માંડયાં. સપાટીથી ૯૦ ફીટ નીચે આશરે નવ ફીટનો થર જણાય હતું. અને મહિને ૬ શિલિંગથી આઠ શિલિંગની દાડીથી બેથી ત્રણ હજાર ભાણસે કામે લાગ્યાં હતાં, કેલસ ઘણે ભાગે અંજીનમાં વપરાતો. સિંગાપુર તેજ