________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૬૭ સેંટ ડોમિંગ જ્યાંથી ફેન્ચ રેવોલ્યુશન પહેલાં આખી દુનિયામાં ગળાં . પહોચતી તેનો નાશ થશે, અને ત્યાંની કાળી પ્રજા નષ્ટ થયા પછી ત્યાં એક રતલ પણ ગળી થતી નહિ, તે હતું.
ખાંડ, દક્ષિણના ઘણા ભાગોમાં શેલડીને પાક ઉતરતે. તેને પાણી પાવાની જરૂર હતી. ખાંડ તૈયાર કરવાની હિંદુસ્તાનની રીત ઘણી સાદી. તેમના અંગો અપૂર્ણ અને સુધારાને અવકાશ ઘણો. શેલડી વાવવાની કપાસ અને ગળીની પેઠે પૂર્ણ સ્વતંત્રતા હતી. અમેરિકાનાં વેસ્ટ ઈન્ડિયન યંત્ર દાખલ કર્યો, પણ તેનાથી હિંદુસ્તાનના સાદા સાંચામાંથી જેટલો રસ નીકળતો એટલે નીકળવા ન માંડ્યો અને સટોરીઆઓને નુકસાન થયું. બે યુરોપિયન મલબારમાં મોટા સટ્ટામાં પડ્યા હતા; અને બન્નેએ પાછળથી તે યોજના છોડી દીધી. ગંજમમાં શેલડીનું વાવેતર કરવાનું વિચાર ૧૭૯ ૬ થી ૧૮૦૩ સુધીમાં કર્યો હતો, પણ તેનું ફળ અસંતોષકારક એવ્યું
- યુરેપિયનની નજર જેટલી ગળીના ઉપર હતી તેટલી શેલડી ઉપર ન હતી. તેઓ બજાણ્યાંથી શેલડી લેતા અથવા ખેડુતને અગાઉથી નાણું આપીને ખરીદતા. વેસ્ટ ઇન્ડિસમાં જે સાંચા વપરાતા તેના કરતા અહીંના સાંચા હલકા પ્રકારના હતા. અને અહીં શેલડીનાં મોટાં વાવેતર થતાં ન હતાં. અહીંની શેલડી પણ ત્યાંની શેલડી કરતાં હલકા દરની હતી. બંગાળાતી શેલડી વેસ્ટ, ઇન્ડિસના જેવી જ હતી. ખાસ તજવીજ પછી થોડી ઉંચી ખાંડ પણ પેદા થતી, પણ તેનું ખરચ એટલું ભારે અવતું કે પિસારું થાય નહિ. બંગાળાની ખાંડની કિંમત ઉપર ૧૨૦ એટલે બેઠેલ ખરચ ઉપર ર૦૦ ટકા જેટલી જકાત નાંખવામાં આવી હતી.
શેલડીને લાયક જમીન હિંદુસ્તાનમાં પુષ્કળ છે, પણ પેદા કરવાની રીત બહુજ અપૂર્ણ છે. શેલડી પસંદ કરવામાં વધારે વિવેક વપરાય, રસ