________________
૨૬૮
પ્રકરણ : હું
કાઢવામાં અને રસની ખાંડ બનાવવામાં જરા કસ વધારે કઢાય તો માગણી વધે. કમ્પનીને બનારસમાં એક ખાંડનું કારખાનું હતું. આરતીઆઓ મુલકમાંથી શેલડી ખરીદ કરી આવતા પણ હાલમાં ખાંડની આયાત બંધ કરવાનો હુકમ કાઢવામાં આવ્યા છે.
તમાકુ, રંગ, સુરોખાર, બુનદાણા અને ચાહ, હિંદુસ્તાનની તમાકુ અમેરિકાની તમાકુના પ્રમાણમાં ત્રીજા ભાગની પણ સારી નથી. કારણકે તેને વાવવામાં અને તૈયાર કરવામાં ચતુરાઈની ખામી છે, બી પસંદ કરવામાં બહુ વધારે ધ્યાન આપવું જોઇએ, તેમજ જમીને પસંદ કરવામાં નીંદવામાં, લણવામાં, તૈયાર કરવામાં જૂડા બાંધવામાં પણ હિંદુસ્તાન અમેરિકાની સાથે હરીફાઈ કરી શકે તેમ નથી; પણ જે વધારે કુશળતા, વાપરવામાં આવે અને કંઈક મુડી વધારે નખાય તે હિંદુસ્તાનની તમાકુની માગણી ઘણી થાય.
યુરોપિયન તમાકુને વેપાર કરતા નહિ, અને મુલકી વેપારમાં તેમને હાથ ઘાલવા દેતા નહિ. મુંબઇના ઉત્તર પ્રાંતોમાં તમાકુની ખેતી બહુ હતા. ત્યાંની તમાકુ બહુ ઉંચા વડની થાય છે. તેનો એક જ ઈંગ્લેંડ આવેલો તેની કિંમત અમેરિકાની તમાકુ કરતાં વધારે ઉપજી હતી, પણ પ્રયાગ ખાતર મેકલાવેલી તમાકુ સરાસરી કેળવવામાં ખામીવાળી નીવડી. બંગાળા અને મુંબઇથી જે તમાકુ ઈગ્લેંડ ગઈ તે નિષ્ફળ નીવડી. ગુજરાતની તમાકુની જમીન બહુખી અને સારી છે. મદ્રાસમાં કેઇમતુરની તમાકુ બહુ કિંમતી છે.
તમાકુને સ્વદેશી નામ નથી, તેથી તે હિંદુસ્તાનને સ્વદેશી છોડ નથી, પણ હિંદુસ્તાનમાં પુરાણું વખતથી વવાય છે. તેની ખેતી બહુ ઓછી છે અને ઘણું કરીને ઘરના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. હિંદુસ્તાનમાં ગોળ, મશાલ અને ફળના મિશ્રણ સાથે તે વપરાય છે. બહુ ઉંચી જમીનમાં એક