________________
- -
પ્રકરણુક હું.
- જ. (૧) કેલીકોના ઉપર આયાત જકાત ૩ પાઉંડ ૬ શિ. ૮ પેન્સ છે અને જે દેશમાં વપરાશને માટે લેવામાં આવે તે સેંકડે ૬૮ પાઉંડ ૬ શિ૮ પેન્સ જકાત છે.
(૨) મસ્લીન ઉપર આયાત જકાત દશ ટકા છે, પણ દેશના વપરાશને માટે લેવામાં આવે તે, ૨૭ પાઉંડ ૬ શિલિંગ ૮ પેન્સ છે.
(૩) રંગેલો માલ આ દેશમાં વાપરવાની જ બંધી છે. તે ફક્ત બીજે દેશ ચઢાવવાને માટે જ અહીં આવે છે. તેના ઉપર પણ ૩ પાંડ૬ શિલિંગ ૮ પેન્સ જકાત છે.
પાર્લામેન્ટની આ બેઠકમાં વળી આના ઉપર બીજી વીસ ટકા જકાત નાખવામાં આવી છે. આ જકાત જેથી હવે કેલિકો ઉપર ૭૮ પા. ૬ શિ. ૮ પ. અને મસ્તીન ઉપર ૩ પા. શિ. ૮ પે. જેટલી જકાત થશે.
આ જકાતને ખરે હેતુ છૂપાવવાને કોઈ કારણ ન હતું. તેજ સાક્ષી આગળ જતાં કહે છે કે-આ જકાત આપણું પિતાને માલને ઉત્તેજન આપવા માટે અનુગ્રાહક જકાત છે એમ હું માનું છું.
ભારતવર્ષની કારીગરી ઉપર આ ભારે જકાતની શી અસર થઈ ? હનિ એન જેન ટકર, જેનું નામ ઉત્તર હિંદુસ્તાનની જમાબન્દીના સંબંધમાં પાછળ આવી ગયું છે તે ઈગ્લેંડ ગયા પછી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના અધિષ્ઠાત મંડળમાં અધિકાર પામ્યા હતા. તેણે ઇંગ્લંડની હિંદુતાન તરફની વ્યાપારી રાજ્યનીતિનાં પ્રયોજન અને અસર ખુલ્લાં કરીને બતાવી આપ્યાં હતાં. ઉપરની પાર્લામેન્ટની તજવીજ પછી દર વર્ષે ૧૮૨૩ માં લખતાં તે કહે છે કે - - આ દેશમાં હિંદુસ્તાન તરફ જે વ્યાપારી રીતી આપણે દાખલ કરી છે તે શી છે? ત્યાંને રેશમન અને ગરભસુતરૂ માલ ઘણાં વર્ષથી આપણું બજારમાંથી બાતલ થઈ ગયો છે. અને હાલમાં, ૬૭ ટકા જેટલી જકાતને લીધે, તેમજ ઊંચા પ્રકારની યાંત્રિક પેજનાથી, આપણે સુતરાઉ કાપડ જે અત્યાર