________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઈતિહાસ
૨૪હ
પિતાના વખતની હિંદની કારીગરી માટે મને બહુ ઊંચે અભિપ્રાય હતો. બ્રિટિશ માલ હિંદમાં ફેલાતો અટકે છે તેનું કારણ પૂછતાં તે ખુલાસે કરે છે કે તેનું કારણ ” લોકોની ધાર્મિક અને સાંસારિક વ્યવહારની રીતભાત–અને બીજા બધા કરતાં વધારે સબળ હું ધારું છું કે તેમના પિતાના ભાવની સરસાઈ હિન્દી એક શાલ મેં સાત વર્ષ સુધી વાપરી હતી, અને તેટલા લાંબા વપરાશ પછી મેં તેમાં કાંઈ પણ ફેર જ ન હતા અને ઇંગ્લંડમાં થતી તેના અનુકરણની શાલોના સંબંધમાં તેણે કહ્યું કે, મને મફત આપે તે પણ મને વાપરવાનું મન થાય તેવી યુરોપિયન શાલ હજી મેં જોઈ નથી. '
આ સિવાય એક બીજા સાશિના પુરાવાની પણ નોંધ લેવી જોઈએ. સર જોન ચિની: ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ન્યાય ખાતાના નોકર હતા, બંગાલાના અન્ડર સેક્રેટરી ટુ ગવર્મેન્ટ હતા. તેમણે પુરાવે આપ્યો કે “હિંદી મજુર મહીને સાડાત્રણ શીલીગથી સાડાસાત શિલીંગ કમાય છે. આવી પ્રજા બ્રિટિશ માત્ર શી રીતે વાપરી શકે ! હું નથી ધારતે કે તેઓ સામાન્ય વપરાશમાં કોઈ વખતે અનાયાસે સસ્તાં મળી જામ-તેવાં હલકાં ઉનનાં કાપડ બનાત વગેરે સિવાય કંઈપણ યુરોપની ચીજ વાપરતા હોય. ”
આવી તરેહની તજવીજનો હેતુ છ સમજાઈ જાય છે. બીજાને માટે પિતાના સ્વાર્થનો ત્યાગ કરે એ મનુષ્ય સ્વભાવ નથી; અને ઓગણીસમા સૈકાની શરૂઆતમાં બ્રિટિશ રાજપુએ ભારતવર્ષના ઉદ્યોગોની પાયમાલી કરી પોતાના દેશના ઉગે ઉત્કૃષ્ટ કરવા જેટલું બન્યું તેટલું કરવા ચૂક્યા નથી. કમ્પનીના ગવર્નર જનરલ અને આરતીયા મારફત હિંદુસ્તાનમાં બ્રિટિશ માલને વપરાશ પરાણે દાખલ કર્યો અને ઇંગ્લંડમાં અતિશય ભારે જકાત નાંખીને હિંદી ભાલને દાખલ થવા દીધું નહિ. જૈન રેન્કિન્ગ નામના વેપારીની જુબાની ઉપર આ બાબત સ્પષ્ટ સમજી શકાય છે.
સ. “ઈસ્ટ ઈન્ડિયા હાઉસ' માં જે માલ વેચાય છે તેના ઉપર કેટલા ટકા જકાત છે તે તમે કહી શકશે?