________________
બ્રિટિશ હિંદુસ્તાનને
સુધી ઇન્ડિયાના મુખ્ય માલ હતા તે, આ દેશમાંથી બાતલ કર્યોછે એટલુ જ નહિ પણ આપના માલ કેટલાક જથામાં હિંદુસ્તાન મેાકલાવીએ છીએ, આવી રીતે ભારતવર્ષ એક કારીગરીને મુલક મટી ખેતીવાડીને મુલક થઇ ગયાછે,
આથી વધારે ભારદાર અભિપ્રાય હિંદુસ્તાનના ઇતિહાસકાર હેરેસ વિલ્સન સાહેબને છે.
“આપણા આશ્રય નીચે આવેલા હિંદુસ્તાનને કરેલા નુકશાનના આ પણુ એક બહુ શેાકજનક દાખલા છે. ૧૮૧૩ ની તજવીજમાં એવી જુબાની પડી હતી કે હિંદુસ્તાનનેા સુતરાઉ અને રેશમી માલ ઇંગ્લંડમાં બનેલા તેવા માલને મુકાબલે પચાસ સાઠ ટકા એઓછી કિંમતે ઈંગ્લેંડના બજારમાં વેચી શકાતા. આથી તેની કિંમત ઉપર ૭૦-૮૦ ટકા જકાત નાંખવાની અથવા તેવા માલને તદન પ્રતિબંધ કરવાની જરૂર પડી. જો આ પ્રમાણે ન થયું હત, આવી પ્રતિબંધક જકાત નાખવામાં ન આવી હત તે। પેઝલી અને મેન્ચેસ્ટરની મિલેલ શરૂવાતમાંજ અંધ થઇ હત, અને પાછળથી વરાળની મદદથી પણ ઉભી થવા પામી હત નહિ. હિંદની કારીગરીને ભાગે તેની ઉત્પત્તિ થઇ હતી. જે ભારતવર્ષ સ્વતંત્ર હત તે! તેણે બ્રિટીશ માલ ઉપર પ્રતિબ ધક જકાત નાંખી સામેા દાવ વાળ્યા હત, એને તેવી રીતે પેાતાની કારીગરીની પાયમાલી અટકાવી હત. આ આત્મરક્ષણનું કૃત્ય તેનાથી ખની શકે તેમ નહતું. તે દેશ પરદેશીના હાથમાં હતા. કંઇ પણ જકાત વિના બ્રિટિશ માલ પરાણે તેના માથા ઉપર મારવામાં આવ્યા હતા અને પરદેશી વેપારીએ જે હરીફ સાથે ધર્મ યુદ્ધથી ફાવી શકાય તેમ નહતું તેને દાબી નાખવાને માટે અને પરિણામે ગુ ંગળાવવાને માટે રાજકીય અન્યાયનું હથિયાર વાપર્યું.”
હિંદુસ્તાનના માલને દાખી દેવા માટે ઇંગ્લંડમાં આ રાજ્યનીતિ હાથ ધરવામાં આવી હતી ત્યારે હિંદુસ્તાનમાં સ્વીકારેલી પદ્ધતિ પણ. કષ્ટ સુધારો કરે તેવી ન હતી. દેશની ઉપજ કમ્પનીની ખરીદીમાં વપરાતી; નીચેની યાદી