________________
૨૩૬
પ્રકરણ ૫ મુ.
.
નાનાં પ્રજાસત્તાક રાજ્યમાંથી તેમણે સ્વરાજ્યની સત્તા ખુંચવી લીધી અને તમામ સતા પિતાની દીવાની કોર્ટોમાં અને કાર્યભારી અમલદારોના હાથમાં મૂકી અને લેકમાં કંઇ વિશ્વાસ રાખે નહિ. હિંદમાં બ્રિટીશ રાજ્યનું જે અત્યંત દુઃખદાયક પરિણામ થયું તે એ કે ગ્રામ સ્વરાજ્યની પદ્ધતિ જે હિંદમાં પહેલ વહેલી ઉપચય પામી હતી અને જગતમાં સહુથી વધારે વખત સુધી ટકી હતી, તે નાબુદ થઈ ગઈ.
| દરમિયાન લોર્ડ વિલિયમ બેન્ટિકે પોતાના મંત્રીઓ અને રવિન્ય સભા વગેરેની સાથે મસલત કરીને પિતાની યોજના તૈયાર કરી; અને પિતાના પ્રમુખપદ નીચે અલાહબાદમાં અમલદારોની એક પરિષદ ભરી, ૧૮૩૩ નો નવમો ધારો એ આ પરિષદનું ફળ હતું. ઉત્તર હિંદુસ્તાનની જમાબન્દીને આ ધારો મૂળ પાયો છે. આ ધારાથી ન્યાય ખાતામાં પડી રહેલા મકદમાઓને મોટો ભાગ જમાબન્દી ખાતામાં મોકલાવી દીધો. ઉપજ અને જમાના અડસટ્ટા કરવાનું સાદુ ધરણ સ્વીકાર્યું, અને જુદા જુદા મગરની જમીન માટે જુદા જુદા દર ઠરાવવાનું ધોરણ દાખલ કર્યું. ખેતરના નકશા અને ક્ષેત્રપોથીને સામાન્ય ઉપયોગ પણ આ ધારાથી જ શરૂ થયાં. સરકાર હક્ક કુલ ઉપજમાં બે ભાગ જેટલો ઠરાવ્યો. ૧૮૩૩ થી ૧૮૪૯ ની સાલ સુધી આ જમાબ-દી ઠરાવવાનું કામ ચાલ્યું; અને આ વખતે ૩૦ વર્ષના પટા કરવામાં આવ્યા. - આ મોટા કામને અધિકાર એક બહુજ લાયક ગૃહસ્થના હાથમાં મૂકાછે હતો. તે ગૃહસ્થનું નામ રોબર્ટ માર્ટિસબર્ડ હતું. તેઓ પ્રથમ એક ન્યાયાધીશ હતા, અને ન્યાયાધિકારી તરીકે તેમને મળેલી તાલીમે જમાબન્દીના વ્યવસ્થાપક તરીકે તેમને વધારે લાયક બનાવ્યા હતા.
૧૮૪ર માં તે લખે છે કે આ નિબંધના મોટા ભાગની યોજના મારી પિતાની જ હતી. મૂળ તે તે ન્યાય ખાતાના એક નિબંધના રૂપમાં હતી અને મને પિતાને આ કામ ઍપવામાં આવશે એમ કદી મારા ધારવામાં ન હતું,