SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. - ૨૬૫ આ નાનાં નાનાં પ્રજાસત્તાક રાજ્યો જેવાં ગ્રામપૂગોની એકતાને લીધે હિંદના લેક આટલાં બધા તોફાને અને રાજ્યપરિવર્તે સેંસરા નીકળી ગયા છે. આ લોકસંસ્થા ઘણે અંશે સ્વતંત્રતાનો ઉપભોગ આપવા અને સુખી રાખવાને શકિતવાન નીવડી છે, તેથી મારી એવી ઈચ્છા છે કે આ ગ્રામપૂગોને જરાપણ કોઈ દિવસ હેરાન કરવા નહિ. જે કાંઇ આ ગ્રામ સંસ્થાઓને તેડી પાડે એવું હોય તે બધાની મને વ્હીક લાગે છે. મને ધાસ્તી છે કે આખા ગ્રામપુગની સાથે મુખીની મારફત મહેસુલનો બંદેબસ્ત કરવાને બદલે પ્રત્યેક ખેડુત સાથે બંદોબસ્ત કરવાથી ગ્રામપૂગ તૂટી જશે. આજ કારણ માટે અને આ એક કારણ માટે પશ્ચિમના જીલ્લાઓમાં યતવારી જમાબન્દી દાખલ કરવાને હું રાજી નથી. મદ્રાસ અને મુંબઈમાં ગામાતની સંસ્થા બંધ પડવામાં રૈયતવારી જમાદી કારણ હતું એમ માનવામાં સર ચાર્લ્સ મેટાફ ખરો હતા. જ્યારે જમાબન્દીનો બંદોબસ્ત દરેક ખેડુ જોડે થાય ત્યારે ગ્રામ સંસ્થાનો મુખ્ય હેતુ એની મેળે બંધ પડી જાય. ગામાતાનું મુખ્ય પ્રોજન બંધ કરીને તેમને જીવન તી રાખવાના મન અને ઓફિસ્ટનના યત્ન નિષ્ફળ ગયા હતા. ઉત્તર હિંદુસ્તાનમાં પણ છેલ્લાં સિત્તેર વર્ષમાં તેવા કારણથી ગામાતે બંધ પડી ગઈ છે. બ્રિટિશ સરકારે પશ્ચિમના વિચારોને વશ થઈને જમીનદાર અથવા મુખીઓની જાતને મહેસુલ ભરવા માટે જવાબદાર ગણી-અને કાળે કરીને તેઓ જમીનદાર અને જવાબદાર મહેસુલ ભરનારા થયા અને ગામાતે નષ્ટ થઈ. પશ્ચિમની રીતને અનુસરીને અને તમામ ન્યાય અને કાર્યભારને પિતાના અમલદારોના હાથમાં રાખવામાં ગામાતાની પાસેથી તે સત્તા લઈ લીધી અને તેને લીધે ગામાતે મૂળમાંથી કાપી નાંખેલાં ઝાડ જેમ પડી ભાગે તેમ પડી ભાગી. આ સ્વરાજ્યના પ્રાચીન રવરૂપને સાચવી રાખવાની અંતઃકરણની ઈચછા છતાં મને એફરટન અને મેટાફ તેમાં સફળ થયા નહિ; કારણ કે આ
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy