________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૩૭
એક ન્યાયખાતાના અમલદારને વ્યવહારમાં ઉપયોગી થાય તેવી યોજનાઓ ઘડવાનો અધિકારની રૂઇએ થોડાજ પ્રસંગ આવે છે, તેથી ગોરખપુર વિભાગની જમાબન્દીનું કામ કરવા સારૂ જે વખતે મને રવિન્યુ કમીશનરની જગા આપવા માંડી તે વખતે અત્યંત ઉત્સાહથી તે જગા સ્વીકારી લીધી; કારણકે મને મારા પિતાના અભિપ્રાયોને પ્રયોગથી કરવાનું અને મારા પિતાના હેતુઓને અમલમાં મૂકવાનું આ સહજ સાધન હતું.
તમારા મનમાં ખાત્રી હતી કે જમાબંદી કરાવવાની સાથે ખાનગી હદે પણ એવી રીતે નિર્ણત થઈ શકે અને એવાં ધોરણો દાખલ કરી શકાય કે જેથી ખેતીવાડીની પડી ભાગેલી સ્થિતિ સુધરી શકે.
આવા હેતુથી મેં ગોરખપુરમાં કામ શરૂ કર્યું. બીજે વર્ષે મહૂમ લેર્ડ વિલ્યમ બેન્કિ મારા જીલ્લામાં આવી ગયા. મારી યોજનાઓના સંબંધમાં મારી સાથે ખુલાસા સાથે ચર્ચા કરી અને પિતાના હુકમથી આ બાબતમાં મેં તેમની સાથે સીધે પત્રવ્યવહાર પણ રાખ્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે ૧૮૩૨ માં વાયવ્ય પ્રાંતની જમાબન્દીને ઉપરીપણાનું તમામ કામ મારા ઉપર આવ્યું.
એકંદર હું એમ ધારું છું કે, સમતોલ, વાજબી અને સરખી જમાબ-દી, લેકના હાથમાં નાણુનો સ ગ્રહ થવામાં હરકત ન આવે અને ખેતી. વાડીની આબાદી વધતી જાય તેવી જમાબન્દી, જે લઈ શકાય અને જેટલી લેવી જોઈએ તેવી જ ઠરાવવામાં આવી છે.
અહીંયાં અગાડી વાયવ્ય પ્રાન્તના જુદા જુદા જીલ્લાઓમાં ચાલેલા જ. માબન્દીના કામને સવિસ્તર ઇતિહાસ આપવાની જરૂર નથી, પણ તેનું ફળ નીચેના મિ. બર્ડન પત્રક ઉપરથી માલમ પડે છે.