________________
a
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૨૩૩ આજ વર્ષમાં મહેસુલ સભાને લખેલા એક પત્રમાં લોર્ડ વિલિયમ બેન્કિ ૧૮૨૨ ની જમાબન્દી નિષ્ફળ જવાનાં કારણે વિસ્તારથી બતાવ્યાં છે; એંશી ટકા જેટલે હક તેણે નાપસંદ કર્યો, અને ખરી હીંમત ધરીને તેમાં ઘટાડો કરવાનું તેણે સૂચવ્યું. તે લખે છે કે ધારામાં સરકાર જમાના વીસ ટકા જેટલી રકમ જમીનદારને માટે રહેવી જોઈએ એ ઠરાવ છે પણ અમારા સમાજના પ્રમાણે આ કામ ઉપરના તમામ અમલદારોનો અભિપ્રાય છે કે સરકાર જમાની ઓછામાં ઓછા ત્રીશથી પાંત્રીસ ટકા જેટલી રકમ તે જમીનદારને રહેવી જ જોઈએ અને છેવટે આટલું તે છે કે આ ૨કમમાંથીજ જમીનના સુધારાની મુડી તો નીકળવાની.”
વળી સાંથ ઉઘરાણીનું ખરચ કાપીને આ આંકડો કાઢવામાં આવ્યું છે. ચોખી ઉપજ ઉપર એની ગણત્રી મૂકવામાં આવે છે. જમીનદારના લાભમાં જે જે રકમો બાદ કરવાની હોય તે મુકરર કરવાનો અમારો ઇરાદો છે. અને જે પ્રમાણગ્ય ગણાય તે હિસાબે પણ જે રકમ ખેતીની ઉપજમાંથી જમીનદારના લાભમાં બાદ કરવાની યોગ્ય જણાય તે બધી એકત્ર કરવી કે જેથી અત્યારે જુદા જુદા અમલદારોની મરજી પ્રમાણે બાદ કરવામાં આવે છે તેના કરતાં એક ધારણ રહે અને સર્વત્ર સરખી રીતે સર્વને બાદ અપાય એ વધારે ઇષ્ટ છે. તે ઉપરથી જણાશે કે ૧૮૩૧ ની સાલમાં તે બેન્ટિક નવી જમાબન્દીનાં મુખ્ય ધોરણે સમજી ગયો હતે. તે એ કે (૧) લાંબા પટા જે જમીનદાર અને ખેડુતને સુધારા કરવા માટે તક આપ-અને (૨) માફકસર સરકાર હક કે જેથી જમીનની ઉપજનું કંઈક પ્રમાણ એમના હાથમાં રહે.
બીજી જે બાબત ગવર્નર જનરલે હાથમાં લીધી હતી તે ઉત્તર હિંદુસ્તાન નની ગ્રામ સંસ્થાઓના સરંક્ષણની હતી. આ બાબત સર ચાર્લ મેટકા જે ગવર્નર જનરલની સભાના સભાસદ હતા, અને જેઓ પાછળથી કામચલાઉ ગવનર જનરલ થયા હતા તેમણે ૧૯૩૦ ની સાલની પ્રખ્યાત મિનિટમાં બહુ ભાર મૂકીને પ્રતિપાદન કરી હતી, આ મિનિટનું પ્રમાણુ વારંવાર અપાય છે. -