________________
२२८
પ્રકરણ ૫ મું.
પુણ્યા લે. " આ જીલ્લામાં ચૈત્રી ડાંગર, ઉનાળુ ડાંગર અને શીયાળુ ડાંગર એ ત્રણ જાતની થાય છે. ૭૦ શેર ડાંગરમાંથી ઉકાળ્યા વિના ચોખા કહાડે તે ૪૦ શેર ચોખા નીકળે છે. જ્યારે ડાંગેરને બાફીને ચોખા કહાડે છે ત્યારે ૬૫ શેરમાંથી ૪૦ શેર ચેખા જડે છે. ડાંગેર ખાંડવા માટે સ્ત્રીઓ અહીં પણ ઘેણકી વાપરે છે. * દીનજપુર કરતાં અહીં ઘઉં બહુ વપરાય છે. જવ ખેડ્યા વિના વાવે છે અને ગરીબ લેકે તે જ વાપરે છે. મરૂઓ પણ બહુ વપરાય છે. ખાસ કરીને કેસની પશ્ચિમે મકાઈ, વગેરે પણ ઉગે છે.
કઠોળમાં મસકલાઈ ખસરી અડદ ભૂત કલથી અને મગ ઘણો વપરાય છે. રાઈ તીસી, સેરડી પણ પાકે છે. ૨૮૦૦૦ એકરમાં શાકભાજી ઉગે છે. " શણું રેસાને માટે વાવે છે. કપાસ બહુ થોડે થાય છે. શેલડી કાનકાઈ નદીને કાંઠે કાંઠે વધારે થાય છે. જીલ્લામાં જે તંબાકુ પાકે છે તેને અરધે ભાગ તે મુખ્ય શહેરના પરવાડામાંજ પાકે છે. પાન પણ એક અગત્યની વસ્તુ છે પણ દીનજપુરના કરતાં અહી એનો ઉપયોગ ઓછો છે.
* આ જીલ્લાના અગ્નિ કોણમાં મી. ઈગરટનના તાબામાં ૧૭ સતર ગામનાં કારખાનાં હતાં અને બીજા ભાગોમાં બીજા પચાસેક કારખાનાં હશે. પૂર્વના જીલાઓ કરતાં આંહી કસુંબો વધારે ઉપગનો છે. મલબેરી આ જીલ્લાના અગ્નિ કેણમાં જ ઉગાડે છે. - મૈચરને માટે આ જીલ્લામાં ૨૩૪ ચેરસ માઈલ ઉંચાણની પડતર જમીન, ૪૮૨ માઇલ ખેડવાણ વિનાની બીજી જમીન અને ૧૮૬ માઇલ ખુણું ખચકા અને વાટની જમીન છે. આ સિવાય ૩૮૯રસ માઈલ બીજી જમીન જાળોની અને વીડીની છે. ઉપરાંત ડીસેમ્બર અને જાન્યુઆરીમાં ડાંગર