________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૨૯
પાક લઈ લીધા પછી તેના ખેતરોની ડાંગરની પાળ એક ઉમદા સાધન છે, તો પણ આ જીલ્લાના ઢોરને માટે આટલી જમીન બસ નથી; અને નેપાલ - સરકારનું મેરંગનું જંગલ પણ ઉપયોગમાં આવે છે, અને અહીં પાંચસેથી છસેના એક ટોળા માટે ગુરખા અમલદારને એક વાછડો ચરાઈ તરીકે આપવો પડે છે. કેટલાક ભાગમાં જમીનદાર બીજી રીતે ચુસ્તહિંદુ છે તે પણ ચરાઈ
ખેડુતની સાથે જુદી જુદી રીત પ્રમાણે જુદા જુદા પ્રમાણમાં લેવાય છે. પણ અરધ ખેતીના ભાગ માટે જુદું કાડવામાં આવે છે, અને બાકીના અધિભાંથી અરધ ખેતીને ચેખા નફા માટે કાઢતાં જમીનદારને માટે શું રહેતું હશે તે આપણે સમજી શકીએ અને, આટલું પણ તેને મળતું નથી. ' - ડા. બુકનન કુલ ઉપજને ચોથો ભાગ યોગ્ય સાંથ ગણુતા, પણ પૂર્ણિયાની જમીનદારો બંગાળાના બીજા જમીનદારની માફક ઘણું થોડું લેતા; અને આજ અરસામાં કમ્પનીના નેકરો મદ્રાસના લોકો પાસેથી ઉપજના અડધ જેટલું સરકાર હક તરીકે વસુલ કરતા.
કાંતવાનું કામ કોઈપણ નાતમાં હલકું મનાતું નહીં અને આ જીલ્લાની સ્ત્રીઓને મોટો ભાગ નવરાશની વખતે કાંતવાનું કામ કરતી. આમના નફાનો અંદાજ કાઢવે ડા. બુકનનને બહુ મુશ્કેલ પડ્યો હતો, પણ એમણે એમ અટકળ કરી હતી કે વર્ષે દહાડે તેઓ ત્રણ લાખનું સુતર કાંતતી હતી. કાંતેલા અતરની કિંમત તેરલાખ થવા જતી એટલે તેમને માટે દશ લાખનો નફે રહેતો.
તદન રેશમનું કાપડ ૨૦૦ સાલોમાં વણતું. તેમાં માલ ૪૮૬૦૦ રૂપિવા. આમાં કાચુ રેશમ રૂ. ૩૪ર૦૦ નું ખપતું એટલે વણકરોમાં ૧૪૪૦૦ રૂપિયાને ન રહેતા. આમ દરેક સાલદીઠ રૂ. ૭ર વર્ષે દહાડે નફો રહેતો.
ગરભસુતર કાપડ વણનારાઓની સ્થિતિ લગભગ દીનજરૂરના સર બીજ હતી.