________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
२२७
પ્રાય એવો હતો કે યુરોપિયનને નવા પરવાના ન આપવા, અને જેઓ પિતાની વર્તણુંક માટે કમ્પનીને જવાબદાર ન હોય તેવાઓને મુખ્ય શહેર અને બંદરોમાંજ રહેવાની ફરજ પાડવી. આ બાબતમાં વધતી જતી અને અનિષ્ટતાને અટકાવવા માટે કમ્પની સરકારે જે પગલાં ભર્યા તેને અહેવાલ હવે પછી આપવામાં આવશે.
આ જીલ્લાનો ઘણે ખરો વેપાર સ્વદેશી વેપારીઓના હાથમાંથી કમ્પની સરકારના હાથમાં જતો રહ્યો છે. અત્યારે પૂર્વના જેવો એક પણ સોદાગર આ જીલ્લામાં નથી. એ ધંધામાં એક કુટુંબે ઘણી મીલકત પેદા કરી હતી, અને નવી પેઢી સુધી વંઘનાથ મંડળના બાપદાદાઓ, મોટી આબરૂ સાથે પંથે ખેડતા હતા. એ પેઢીના અત્યારના વડાએ એ ધંધે છોડી દીધો છે, અને જમીનની ભારે ખરીદી કરી છે તેથી એના બાપદાદાઓની જેટલી આબરૂ હતી તેટલી જ એની અત્યારે નાલેશી થાય છે. ' મહાજન લેક-બે હજારથી પચીશ હજાર સુધીની મુડીવાળાઓ-જે આ જીલ્લામાં રહે છે તેઓ ચોખા, ખાંડ, ગોળ, તેલ અને તંબાકુ બહારગામ મોકલે છે, અને મીઠું, કપાસ, તાંબાપિતળ અને તેજાના મંગાવે છે. આખા જીલ્લામાં આશરે ૨૦૦૦ દુકાનો છે, પણ ખુલ્લાં બજાર સંખ્યાબંધ ભરાય છે. આથી નાના વેપારીઓ પૈકાર કહેવાય છે. તેનું આછું થઈ ગયું છે. કલકત્તાના કલદાર રૂપિયાનું ઝાઝું ચલણ છે અને કેડી પણ ચલણમાં વપરાય છે.
વરસાદના દહાડામાં ઘણાં ખરાં ગામડાંઓ સાથે મછવાથી વહેવાર ચાલે છે. પણ લાવજા કરવાને વેપાર તે વખતે બહુ ન હતું. સુકી મોસમમાં બળદઆની પોઠેથી વેપાર ચાલે છે, કારણ કે રસ્તાઓ બીલકુલ નથી. મછવાએમાં ૧૦૦ મણ માલ રૂ. ૧૩ ના ભાડે કલકતે લઈ જવાય છે. ગાડાંઓનું છ ગાઉને માટે અરધા રૂપિયાથી કંઈક ઓછું ભાડું પડે છે.