________________
২২২
"
પ્રકરણ ૫ મું.
એકંદર મને એમ જણાય છે કે આ જીલ્લાના જમીનના માલિકો ઉપર બહુ સખ્તાઈ ગુજરે છે. જ્યાં અગાડી તમામ જમીન ખેડવાણ છે, ત્યાં બંગાળ બિહાર અને બનારસની પેઠે કાયમની જમાબન્દી કરવી એવો મારો અભિપ્રાય છે.
અહીં પાછું એનું એજ આપણું જૂનું નાણું. કમ્પનીને જ્યાં જ્યાં અમલ થયા ત્યાં શાન્તિ અને કાયદાનું સામ્રાજ્ય પહેલું સ્થપાયું, પણ જમીન ઉપર ભારે અને વધતા જતો કર પશે. ઉત્તર હિંદુસ્તાનમાં કેટલાક દસકાથી વખતે વખતની પરદેશીઓની સવારીઓ અને જાના વખતની લુંટફાટના કરતાં ઈગ્રેજ વસુલાતી અધિકારીને હાથ વધારે સખ્ત જણ હતા.
૧૭૫૬૦૦ સ્ત્રીઓ કાંતવાને બંધ કરતી. દરેક વર્ષ દહાડે ર રૂપિયા રળતી. વણકરોનાં ૫૪૩૪ કુટુંબે હતાં તેમનામાં ૬૧૧૪ શાળા હતી અને દરેક શાળ ઉપર રૂ. ૨૩-૮-૦ ચોખ્ખી કમાણી થતી. ડા, બુકનનને એમ લાગ્યું હતું કે આ ગણત્રી ખોટી છે, અને એમ માનતા કે સાલ દીઠ રૂ. ૩૬ તે મળવા જોઇએ. નવાબ ગંજમાં છીંટ થતી અને સ્થાનિક ખપ માટે ધાબળો પણ વણાતા.
અનાજ અયોધ્યાના નવાબના મુલકમાંથી ઘણું આવતું, અને નેપાળના મુલકમાંથી પણ કંઈ આવતું. ખાંડ અને તંબાકુ સરાન જીલ્લામાંથી અને બીજે ઠેકાણેથી મંગાવાતાં. હાથીદાંત અને તાંબાના ઠામ નેપાળમાંથી આવતાં. અને પટણાથી પિત્તળ અને કાંસાનાં વાસણો આવતાં. માલ લાવવા લઈ જવાનો ધ સ્થિતિવાળા વેપારીઓ કરતા અથવા પિઠવાળાઓ કે ગાડાવાળા કરતા. ખાપરી આ વેપારીઓ કાપડ મંગાવી તેને વેપાર કરતા, વણઝારાઓ મીઠાને વેપાર કરતા અને નુનીયા લોકો તેને છુટક વેપાર કરતા, વાણીયા દાણાને છુટક વેપાર કરતા. કપાસના વેપારીઓ પાસ મંગાવતા અને વેચતા અને મહાજન લેકે ખેડુને સાથ ભરવા માટે નાણું જોઈએ તે, અને જમીનદારોને સરકારને જમા ભરવા માટે નાણું જોઈએ તે, ધીરતા.