________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૨૩
-
--
-
-
શાહાબાદ, લખને અને બનારસમાં એક સાપ્તાહિક બજાર ભરાતું. ચલણ રૂપિયાનું હતું પણ કલકત્તાને રૂપિયે બહુ જવામાં આવે તે માટે સ્થાનિક તાંબા નાણું બંધ કર્યું હતું. નેપાળનું તાંબા નાણું પણ બંધ કર્યું હતું નેપાળનું તાંબા નાણું સામાન્ય વપરાસમાં હતું અને કેડી પણ ચલણમાં કામ આવતી.
ગોરખપુરના એક સાધુએ લોકના ઉપયોગ માટે કેટલેક ઠેકાણે સારા પુ બાંધ્યા હતા. ગેરખપુર, ભાવપુર, લાલગંજ, માધરમાં એમ ચાર સદાવ્રત હતાં.
દીનાનપુર જીલ્લે. (ક્ષેત્રફળ ૫૩૭૪ ચેરસ માઈલ; વસતિ ૩૦૦૦૦૦૦)
આ જીલ્લામાં પણ સહુથી અગત્યને પાક ડાંગેરનો હતો. કેટલીક જમીનમાં ડાંગરની બે ફસલે લેવાતી. એક ઉનાળાની આખર અને બીજી ફિયાળામાં. એક બેરી નામની ત્રીજી જાતની ડાંગેર ઘેડી થોડી વવાતી અને તેની ફસલ વસંતમાં લેવાતી.
ઉનાળુ ડાંગેર વાવી ઉંચાણ જમીનમાં ખાતર નાંખવામાં આવતું, અને રાઈ વગેરે શિયાળુ માલ પણ થતા. નીચાણની જમીનમાં ખાતરને ખપ પડતો ન હતો, અને તેમાંથી માત્ર એક ફસલ લેવાતી. સ્ત્રીઓ ઘેણકીએ વતી ડાંગેર ખાંડતી અને ૪૦ શેર ડાંગરમાંથી ૨૦ શેરખા નીકળતા. | દીનાકપુરમાં ઘઉં અને જવને પાક છેડે હતો; અને હલકી જમીનમાં ભરૂઓ થતો. કલઈ, ખેસરી, મસુર, વટાણું અને દાળ એ પણ થતાં. રાઈ સરસવ વગેરે તેલ કાઢવાના પદાર્થો પણ થતા.
કેરી આંબલી વગેરે ફલ ઝાડના બગીચામાં લગભગ ૩૭૦૦૦ એકર જમીન રંધાયેલી હતી. અને ૮૩૦૦૦ એકર જમીન શાકભાજીમાં હતી. શણ ૧૩૦૦૦ એકર જમીન, કપાસ ૮૦૦૦ એકરમાં, રેસા ૫૦૦૦