________________
૧૨
પ્રકરણ ૧ લું.
૧૭૯૯ માં મરણ પામે, વેલીએ એના ભાઇને પેનશન આપી તેને હક છોડાવી લીધું. અને રાજ્ય ખાલસા કર્યું. કર્ણાટકનો નવાબે ૧૮૦૧ માં મરણ પામે. તેના વારસે હક છોડી દેવા કબૂલ ન કર્યું એટલે તેને ઠેકાણે એક બીજે નવાબ ઉભો કર્યો, જેણે પિતાનું રાજ્ય બ્રિટિશને આપી દીધું, અને પોતે સાલિયાણું લઈ ચાલતો થયો. ફરાબાદનો સગીર નવાબ ઉમર લાયક થવાની તૈયારીમાં હતો; તેની પાસે પિતાનું રાજ્ય બ્રિટિશને સોંપાવ્યું અને તેને સાલિયાણું આપ્યું. અયોધ્યાના નવાબ આગળ બે વાત મૂકવામાં આવી. કાંતે એણે પિતાના રાજ્યનો દીવાની અને લશ્કરી વહીવટ બ્રિટિશ સરકારને સંપ, અથવા રાજ્યને અર્ધ ભાગ તેના રાજ્યમાં બ્રિટિશ સૈન્ય રાખવા સારૂ હમેશને માટે સોંપી દેવે, એ સરતે આશ્રિતમૈત્રીમાં દાખલ થવું. આમાંની બીજી દરખાસ્ત સ્વીકારવાની તેને ફરજ પાડવામાં આવી. અને તેને અનુસરીને તેણે ૧૮૦૧ માં અલાહબાદ અને બીજે કેટલાક મુલક બ્રિટિશ સરકારને સોંપાયો.
બીજો મરાઠા વિગ્રહ, હજી હિંદમાં મરાઠાની મોટી સત્તા અવશિષ્ટ રહી હતી. લોર્ડ વેસલીના સારા ભાગ્યે પિસ્વા સરકાર ઉપર બીજા મરાઠા સરદારોનું ભારે દબાણ ગુજરવા લાગ્યું અને તેથી પિસ્થાને બ્રિટિશની મદદ લેવાની જરૂર પડી. સને ૧૮૦૨ માં તેમની આશ્રિતમૈત્રી બંધાઇ અને પેશ્વા બ્રિટિશ સૈન્યની મદદથી ગાદીએ બેઠા. પિતાના રાજ્યમાં આમ બ્રિટિશ સરકારને પગપેસારો થવાથી સિંધિયા હાલકર ભોંસલે વગેરે મરાઠા સરદારે ચમકયા અને તેમાંથી બીજે મરાઠા વિગ્રહ ઉદ્ધવ પામ્યો. ડયુક ઓફ વેલિગ્ટનની પદવીથી પાછળથી પ્રસિદ્ધ થયેલા બ્રિટિશ સરદાર જનરલ વેલીએ સિંધિયા અને ભોંસલેના સૈન્યને સને ૧૮૦૩ માં એસે અને આર્ગામનાં યુદ્ધમાં હરાવ્યાં. બીજી તરફ લૉડ લેક વિજયપતાકા ફરકાવતે દિલ્હીમાં દાખલ થયે, લાશ્વારીના યુદ્ધમાં સિંધિયાની