________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
તેપોલિયનની હામે લશ્કરો તયાર રાખવા સારૂ યુરોપનાં રાજ્યોને નાણુની મદદ આપત. વેસ્લી પિટનો મિત્ર અને ચતુર શિષ્ય હતો. તેણે પણ ના
ની મદદની રીત હિંદમાં દાખલ કરી, પણ એક અગત્યના ફેરફાર સાથે. દેશી રાજ્યોનાં સિને નકામાં હતાં અને તેવાં સૈન્ય વધારવા સારૂ તેમને નાણું આપવાં એ કાંઈ ઉપયોગનું નહતું. તેથી વેલ્યુલીએ તેમના રાજ્યમાં બ્રિટિશ લશ્કર રાખવા સારૂ તેમની પાસેથી નાણું કઢાવ્યાં. આથી કમ્પનીને નાણુની છૂટ થઈ અને હિંદના રાજાઓ કમ્પનીના કાબુમાં આવ્યા. આ નીતિ આશ્રિતમૈત્રી ( સબસિડ્યરી એલાયન્સ”) ની નીતિના નામથી ઓળખાય છે.
ટિપુ સુલતાન. મહૈસૂરના ટિપુ સુલતાને કેન્યની સાથે સંદેશા ચલાવવા શરૂ કર્યા હતા. તેને દાબી નાંખવાની પાકી જરૂર હતી, તેથી ટિપુની સામે એક ચોથું યુદ્ધ માંડવામાં આવ્યું. પિતાની રાજધાનીનો બચાવ કરતાં ટિપુ સને ૧૭૯૯ માં મરણ પામ્યો. હૈસૂરને કેટલાક ભાગ વિજેતાઓએ ખાલસા કર્યો; તેમાંને એક ભાગ મરાઠાઓ જો આશ્રિતમૈત્રીમાં સામીલ થાય તે તેમને આપવાનું કહેવામાં આવ્યું, પણ તેમણે ના પાડી. એક ભાગ નિઝામને આપવામાં આવ્યું, પણ પાછળથી તેના રાજ્યમાં રાખવાના બ્રિટિશ સૈન્યના પગાર પેટે તે ભાગ વેસ્લીએ પાછો લીધે. મહૈસૂરનું જે બાકી રહ્યું તેનું એક નાનું રાજ્ય બનાવ્યું અને તે ઉપર ત્યાંના પ્રાચીન હિંદુ વંશની ફરીથી સ્થાપના કરી.
વિલીની રાજ્યનીતિ.
આશ્રિતમિત્રી, વેલીએ નબળાં રાજે તરફ વધારે સરળતાથી કામ લીધું. વેલી રીતિની બાબતમાં બહુ સંભ્રમમાં પડે તેવી પ્રકૃતિને નહતો. સુરતના નવાબ