________________
પ્રકરણ ૧ લુ.
અંધકાર અને તાકાનના એક યુગ પછી આ એક પ્રકાશને ઝળકાટ આવી ગયા. લાર્ડ કાર્નવાલિસના સંબંધમાં જે ધારણા રાખવામાં આવી હતી તે તેણે પાર પાડી. તેણે રાજ્યવહીવટમાં સુધારા કર્યા. પેાતાના નાકરાને પુરા પગાર આપવાની તેણે કમ્પનીને જ પાડી; અને તેમને પ્રામાણિક અમલદાર બનાવ્યા. તેણે હિંદુસ્તાનની સિવિલ સર્વિસને પાયે નાંખ્યા જે હજી સુધી તેવીજ સ્થિતિમાં છે. તેને માત્ર એકજ લડાઇ લડવી પડી હતી, તે ડૈસૂરના ટિપુસુલતાન સાથે. તેણે સુલતાનની રાજધાની સર કરી; અને તેની હદના કેટલાક ભાગ ખાલસા કરીને તેની સત્તા નરમ ફર્યાં પછી તેની સાથે સલાહ કરી. સને ૧૭૯૩ માં તેણે આપણા દેશ છેડયા તે પહેલાં બંગાળાની મહેલની, જાથુકને માટે, જમીનદારી વ્યવસ્થા કરી. આ કૃત્યથી હિંદુસ્તાનની બ્રિટિશ રૈયતની આબાદી અને સુખને માટે જેટલુ થયું છે તેટલું બ્રિટિશ રાજ્યના ખીજા કાઇપણ કૃત્યથી થયું નથી એમ કહી શકાય.
સને ૧૭૯૩ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના પટા નવા થયેા. ઇન્ડિયાના કારભાર ઉપર પાર્લમેન્ટમાં ચર્ચા થઇ અને પિટના બિલનાં મુખ્ય ધારણા કાયમ રહ્યાં. પણ હવે ઇસ્ટ ઇન્ડિયા કમ્પની ઉપર ૩૦૦૦ ટન જેટલાં વહાણુ પૂર્વ તરફ વેપાર કરતા ખીા વેપારીઓને પુરાં પાડવાની ફરજ પાડવામાં આવી. કમ્પનીના અનન્યાધિકારમાં આ પહેલવહેલું ભંગાણ પડયું. સર જન સાર ( પછીથી લાર્ડ ટ્રેનમથ ) લાર્ડ કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ થયે।; અને તેણે તેની તેજ શાન્તિની રાજ્યનીતિ સ્વીકારી. તેણે લાર્ડ કાને વાલિસ વાળી અચળ જમાબન્દીની નીતિને બનારસને લાભ આપ્યા.
સર જાન શાર પછી લાર્ડ મોર્નિંગ્ટન-પછીથી માકવેંસ આ વેસ્લી ગવર્નર-જનરલ થયા. તે ૧૭૯૮ માં હિંદુસ્તાનમાં આવ્યા. પૂર્વે જેમ કેરિક ધિ ગ્રેટની લડાઇએથી હિંદની બ્રિટિશ રાજ્યનીતિ રંગાઇ હતી તેમ અત્યારે નેપેલિયનની સાથેની લડાઇઓથી રંગાઇ. વિલ્યમ પિટ