SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૨૦૧૭ ધેરી રસ્તા છે, એક કલકત્તાથી બનારસ સુધીનો લશ્કરી રસ્તે જે સરકાર તરફથી સચવાય છે; બીજે ગંગા નદીના કાંઠાને રસ્તે જે જીલ્લાના એક ટકાના કરની ઉપજમાંથી સમરાવાય છે, પણ આ બન્ને રસ્તાઓ વરસાદના દહાડામાં નકામા છે. ભેજપુરના રાજા–હરદારસિંગ, જાતે કાયત, અબદુલ સુર એક મુસલમાની જમીનદાર, બીબી અસ્માન એક મુસલમાન ઉમરાવજાદી, અને લાલા રાજરૂપ અને લાલા કાનન્ગા, બન્ને કાયસ્તો એ તથા બીજા કેટલાક પરદેશીની સરભરા કરવાથી અને સુધાર્થિને અન્નદાન આપવાથી પ્રસિદ્ધ થયા હતા. આ હિંદુઓનો આતિથ્ય ધર્મ, સદાવ્રત-( પરમાત્માની અવિચ્છિન્ન ભકિત)નામે ઓળખાતો. ભાગલપુર કલે. (ક્ષેત્રફળ ૪૨૨૫ ચોરસ માઈલવસતિ ૨૦૧૯૦૦) અહીં પણ ડાંગરને પાક મોટામાં મોટો હતે. ૬૦ શેર ડાંગરમાંથી ૩૭ શેર ચોખા પરવડતા. તેથી ઉતરત પાક ઘઉંનો હતો અને જવ, ખેતરાઉ વટાણાની સાથે વવાતા. ઉંચાણ જમીનમાં મકાઈ અને મરૂઆ (?) થતા. તે સિવાય ખેરી, કોડ, સના, જાનેરા, બાજરો તે પણ વવાતાં. કલાઈ, અડદ, ખેસરી પણ થતાં, તલ અને બીજા તેલ નીકળે એવા મિલ પણ પુષ્કળ વવાતા. વળી અદ, શાક ભાજીપાલે, અને તેજાના પણ સ્થાનિક ઉપયોગ માટે જે એ તેટલાં અહીં થયે જતાં હતાં. ચાર હજાર એકર કપાસ વવાતો. અને ડુંગરની વસતિ પણ પિતાના ડુંગરોમાં વખતે કપાસ વાવતી. નદીઓને કંઠે કાંઠે પાણી પાવાની સગવડ પૂરતી હોય ત્યાં શેલડી વવાતી. તંબાકુ રોપાતી, પણ આ જીલ્લામાં તેનો પૂરતો પાક નહોતે. કુલ ઉપજના અડધ ભાગ જેટલું ખેતીનું ખરચ થતું હતું.
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy