________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૧૧ કંઇ મેંલ ઉગતો નથી; શેરડી ૭૦૦૦ એકરમાં થાય છે; ગામોના પરવાડાની વાડીઓમાં અફીણ થાય છે. ૧૬૦ એકરમાં તંબાકુ પકવે છે, બિહારનાં પાન સર્વોત્કૃષ્ટ ગણાય છે અને કલકત્તા બનારસ અને લકનૈ સુધી તેનો નિકાસ થાય છે. ગળીની ખેતી ઉતરતી દશામાં થાય છે, કારણ કે જમીનદારો તેથી વિરૂદ્ધ છે પણ કસુંબા બહુ પકવાય છે.
ખેડુત જમીનના માલીક ને લ લેવાનું તમામ ખર્ચ ઉપરથી કહાડી જે રહે તેનો અર્ધ ભાગ આપે છે, પણ જમીનના માલીકજ પાણી પાવા માટે નહેરો અને સરોવરો ખોદાવવાનું અને સમારવાનું તમામ ખર્ચ આપે છે.
એક માઈલ અથવા તેથી વધારે લંબાઈનાં સરોવરો ખોદાવવાનું ખર્ચ ૫૦૦ રૂપિયા લાગે છે, પણ નાનાં નાનાં તલાવડાં જેની સંખ્યા મોટી છે તેનુ ૨૫ થી ૧૦૦ રૂપિયા સુધી ખર્ચ લાગે છે. ઘણી હેર લંબાઈમાં કેટલાક માઇલની છે, અને ઘણીવાર તે નદીના વેણમાં સૂકી મોસમમાં જેટલું પાણી રહે તેના કરતાં વધારે પાણી તેના વેણમાં રહે છે. શિયાળુ મૈલને મોટો ભાગ શાકભાજી અને શેલડીને-કૂવામાંથી પાણે પાય છે. ગોચર માટે જંગલ વાડી ડુંગરાની જમીન કાંઠાની જમીન અને બાબાણ ગયેલી જમીન સુધ્ધાંત બધું મળીને ૧૬૭૩ ચેરસ માઈલ જેટલી જમીન છે. પાટણ અને ગયા એ શહેરો શિવાય બીજે ઠેકાણે ખેડુતોને ઘર ધણીને માટે કંઈજ આપવું પડતું નથી. ખેતી કરવાવાળા પાસેથી ઘરનું ભાડું લેવાતું નથી. કારીગરો મજુરો અને વેપારીઓ જમીનનું કંઈક ભાડું રોકડમાં અગર કામ કરીને આપે છે.
આ ઉપરથી જણાશે કે ખેડૂતની સાંથ મલ લેવાનું ખર્ચ બાદ કર્યા પછી જે રહે તેને અર્ધ ભાગ હતી પણ તેમાં રહેવાના ઘરનું અને જમીનનું ભાડું, અને કૂવા, તળાવ વગેરેનું ખર્ચ અને મફત ચરો એ બધાનો સમાવેશ થઈ જતો. તેમજ આ ઉપજને અર્ધ ભાગ સખ્તાઈથી વસુલ થતો નહિ. ભાગ પાડવાનું કામ એવું મુશ્કેલ હતું કે હમેશાં મૅલ પાકવા ઉપર આવે એટલે ખેડુ અને જમીનદાર