________________
૨૧૨
પ્રકરણ ૫ મું.
અમુક મણ દાણ કે અમુક રોકડ આપવા લેવાની ગોઠવણ કરે. “એક જાગીર શિવાય બીજે ઠેકાણે ખેડુત પાસે ચડત બહુજ જૂજ રહેલું છે અને જ્યાં રહેલું છે તેનું કારણ એ છે કે માલધણી ખેડુતને ઘણી નાણું ધીરે છે. જમીનના માલિક પાસેથી ખેતી કરવા સારૂ તગાવી લેવાનો રિવાજ બહુ સાધારણ નથી, જોકે થોડે ઘણો તો છે જ. ડા. બુકનનની મુસાફરી વખતે એક સામાન્ય ફેરફાર એ થતો હતો કે, ઉપજના ભાગને બદલે રોકડ સાથ લેવા દેવામાં આવતી'.
સાથીને વાર્ષિક પગાર વર્ષ ૧ ના ૧૬ થી ૨૨ રૂપિયા છે, જમીનને ઉપર નીચે કરવા, ડાંગરના પૂ રોપવા અથવા શિયાળુ મલને પાણી પાવા જે દાડીયાં રાખવામાં આવે તેને રોજના ચાર પૈસા આપવામાં આવે છે. સ્ત્રીઓને પણ પુરૂષના જેટલી જ દાડી મળે છે.
ખેતી પછી કાંતવા વણવાનો ધંધે હિંદુસ્તાનમાં સાર્વત્રિક છે. કાંતનારીઓ બધી સ્ત્રીઓ હોય છે, અને આ જીલ્લામાં ડા. બુકનનના અંદાજ પ્રમાણે લગભગ ૩૩૦૪૨૬ જેટલી તેમની સંખ્યા હતી. “ આમાંને મોટો ભાગ પાછલે પહેરે થોડો વખત કાંતતી. ” સરાસરી દરેક સ્ત્રી વર્ષ દહાડે રૂ. ૭-૨-૮ પાઈનું કાંતે છે. જે આસરે ૨૩૬૭૨૭૭ રૂપિયા થવા જાય છે. અહીંની ગણત્રીથી કાચો માલ ૧૨૮૬૭૨ રૂપિયાનો થવા જાય છે, એટલે કાંતનારીઓને ૧૦૮૧૦૦૫ રૂપિયા ન મળે; તેથી માથા દીઠ વર્ષે દહાડે રૂ. ૩-૪-૦ થવા જાય છે. હાલમાં થોડા વર્ષથી ઝીણું માલની માગણી ઘટી ગઈ છે તેથી સ્ત્રીઓને ઘણું નુકસાન થયું છે.
કપાસના વણનારા સંખ્યાબંધ છે. ચાદર વણવાના કામમાં ૭૫૦ શાળો કામે લાગેલી છે. વર્ષ દહાડે તૈયાર થતા માલની કિંમત ૫૪૦૦૦૦ પાંચ લાખ ચાળીસ હજાર રૂપિયા થવા જાય છે તેમાં સૂતરની કિંમત બાદ કરતાં રૂ. ૮૧૪૦૦ નો નફો રહે છે. આથી દરેક સાલ જેના ઉપર ત્રણ માણસ કામ કરે છે તે દીઠ રૂ. ૧૦૮-૦-૦ નફો આવે છે એટલે માણસ દીઠ રૂ. ૩૬-૦-૦.