________________
૨૧૦
પ્રકરણ ૫ મું. વર્ષ સુધી સાવધાનીથી તપાસ કરી. આ તપાસનું સરકારને ત્રણ લાખ રૂપિયા ખરચ થયું હતું.
ડા. બુકનને લખેલે હેવાલ હિંદી સરકારે વિલાયત સરકાર ઉપર મોકલાવી દીધે, પણ ઘણી વખત સુધી તે વપરાયા વિના જ પડ્યો રહ્યો. ડા. બુકનને સ્કોટલેંડમાં એક મોટી જાગીર લીધી. પિતાનું નામ બદલી હેમિલ્ટન નામ ધારણ કર્યું અને પિતાની મહેનત સફળ થાય તે પહેલાં શાન્તિમાં મરણ પામ્યા.
તે પછી બ્રિટિશ સંસ્થાના ઈતિહાસકાર મન્ટ ગેમરિ માર્ટિને ડા. બુકનનના કાગળો જોવાની પરવાનગી માગી, અને તેણે સને ૧૮૩૮ માં આમાંથી એક સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. આ સંગ્રહ ઉપરથી ઓગણીસમા સૈકાના પહેલાં બે દસકાઓમાંની ઉત્તર હિંદુસ્તાનની સ્થિતિને ખરે ચિતાર આપણને મળી આવે છે. તેના આ ગ્રંથના ઉચિત ભાગને સાર આ પ્રકરણમાં આપીશું.
પટણા અને બિહાર છલ્લે. (ક્ષેત્રફળ ૫૩૫૮ ચોરસ માઇલ; વસતિ, ૩૩,૬૪,૪૨૦).
આ જીલ્લામાં ડાંગરનો પાક સૌથી અગત્યને છે. ડાંગરના સરેરાસ ભાવ રૂપિયા ૧ ના ૭૦ શેર, અથવા શિલિંગ એકના સુમારે ૭૦ રતલ રહે છે. ઘઉં અને જવ અગત્યતામાં તે પછી આવે છે. કેટલીક વારે તે મૅલ એકઠા ઉગાડવામાં આવે છે; લેટની રોટલી બનાવે છે અથવા ઘઉંને શેકી દળી તેને સાથુઓ કરે છે. મરવા ઉનાળામાંજ પકવે છે. મકાઈ અને જર ગંગાના કિનારા ઉપર થાય છે.
વટાણું, અડદ, મગ અને શાકભાજી ખેરાક માટે અને તેલ માટે તલ વિગેરે પકવવામાં આવે છે. બટાટા યુરપમાંથી દાખલ થયા છે. આઠ હજાર એકરમાં કપાસ થાય છે. તે ક્ષેત્રફળના ચારમાંથી ત્રણ ભાગમાં બીજે