________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૮૭
મલબારને મળતો છે; ડુંગરાઓની બાજુએ ખેતીને માટે અગાશીઓ પાડેલી છે, પણ અહીં મલબાર કરતાં મહેનત ઓછી લેવાય છે. ટિપુસુલતાન અને દુર્ગના રાજાએ તાજેતરની લડાઈમાં આ મુલકને ઘણું નુકસાન કર્યું છે. રસ્તા ઉપર ટિપુસુલતાને મેંગલરથી શ્રીરંગપટ્ટણ મંગાવેલી ઘણી તો પહેલી જોઈ. મલા નદી આડે એક બંધ નાંખેલે હતો, જેથી ખેતીને પાણી પાવા માટે એક મોટું સરોવર બન્યું હતું.
તા. ૫ મી ફેબ્રુઆરીએ ડા. બુકનન ઇનુરૂ આવ્યા ત્યાં તેમણે આઠ જૈન મંદિરો અને એક ભવ્ય જૈન મૂર્તિ દીઠી. આ મૂર્તિ એક પથ્થરની બનેલી હતી અને મેદાનમાં સ્થાપેલી હતી. હૈદરઅલીના વખતમાં જૈન મંદિરોની નીચે જેટલી જમીન હતી, તેમાં ટિપુસુલતાને ઘણો ઘટાડે કર્યો હતે; મનોએ, એ પાછી સોંપી દીધી હતી; અને વળી રેવજોએ પાછી ખેંચાવી લીધી હતી. કરકુલા આગળની ગૌતમરાજની મૂર્તિ નકર પથ્થરની ૩૦ ફીટ ઉંચી, હતી, અને તેના ઉપરના લેખ પ્રમાણે બુકનનની મુલાકાત પહેલાં ૩૬૯ વર્ષ ઉપર એટલે સને ૧૪૩૪ માં બનાવવામાં આવી હતી.
આગળ પશ્ચિમે હર્યડીક આવે છે. ત્યાં ડા. બુકનને ૧૦ મી ફેબ્રુઆરીએ પહોંચ્યા. અહીં જમીનની મહેસુલના પ્રમાણના સંબંધમાં, તેણે કંઈક તપાસ કરી. તે ચોખી પેદાશની અર્ધ હતી. પણ આ લોક કહે છે કે જ્યારે ડાંગર સસ્તી હોય છે ત્યારે આખી પેદાશ આકાર જેટલી થતી નથી.
વળતે દિવસે ઉદીપુ-આગળ અરબી સમુદ્રનાં દર્શન થયાં. અહીં ચૌદમાં સૈકામાં પ્રસિદ્ધ થઈ ગયેલા સુધારક મધ્રાચાર્યના નામનું પુણ્ય સ્મરણ હજી થતું હતું. અને તેનો પંથ ઠીક ચાલતો હતો. અહીં સંન્યાસીઓનાં ત્રણ મંદિર અને ૧૪ મઠ હતા. ઉદીપથી તે દરીઆ કાંઠા સુધી ડાંગરની ખેતી. “આની પડોશનાં પાંચ ગામની આંકણ ઉપરથી મને માલમ પડે છે કે ૨૦૪૮ પાગડાની કુલ કાચી ઉપજ પૈકી ૧૨૯૫ પાગડા ખેડુતના હાથમાં રહે છે. સરકારને ભાગ કુલ ઉપજને ચોથો ભાગ સાધારણ રીતે હેય છે.”