________________
૧૮૬
પ્રકરણ ૪ થું. હતું તેમજ રાખ્યું. મુખ્ય હિંદુ મંદિરની વાર્ષિક ઉપજ સુમારે ૨૦૦૦ રૂપીયાની હતી. મનને આંકડે લોકોને ભારે લાગ્યો હતો અને ફર્યાદ થઈ હતી. માલીકો કહે છે કે “સરકાર હક જમીનની ગુંજાસ કરતાં વધારે છે સરકારના હક અદા કરવા માટે તેમને નાણું ઉછીનાં લેવાં પડે છે. અથવા પિતાના માલથી ખેડેલી જમીનના નફાના કંઈક ભાગને ભોગ આપવો પડે છે. પરંતુ હિંદુસ્તાનમાં દારિદ્યની બુમ સર્વત્ર છે તેથી અને લાંબા કાળના જુલમથી
કેને વસ્તુ છુપી રાખવાની ટેવ પડી ગઈ છે તેથી, ખેડુતની ખરી સ્થિતિ જાણવી અશક્ય છે. પણ જમીનને માટે કાનડામાં જે ઉગ્ર આગ્રહ થાય છે તેથી એમ સમજાય છે હજી લેકને જમીનમાં પોતાના માલથી જે ખેતી થાય તેના નફા ઉપરાંત પુષ્કળ ફાયદો છે અને આટલું અંતઃકરણથી ઈચછવા જેવું છે કે આ સ્થિતિ લાંબા વખત સુધી આબાદ રહે; કારણ કે જ્યાં તમામ મીલકત રાજ્યના જ હાથમાં છે તે દેશ કદી પણ આબાદ રહી શકશે નહિ.” કા. બુકનનને ખબર નહતી કે જમીન ઉપર આકાર વધારે પડતું હોય તે પણ જમીનને માટે તે હિંદુસ્તાનમાં હમેશાં આગ્રહ રહેવાનાજ કારણ કે આખી પ્રજાને જમીન એ એકજ નિર્વાહનું સાધન છે. ગમે તે સરતે પણ ખેડુતના હાથમાં જમીન રહેવી જોઈએ; નહિં તો તેને ભુખે મરવાનું.
નીચાણની જમીનોમાં ડાંગરની ખેતી હરોથી થતી હતી, અને ઊંચા માં જળાશયોની યોજના હતી. અને અતિશય ઊંચાણમાં માત્ર વરસાદ ઉપર પાકને આધાર રહેતો. શેલડીની ખેતી ઘણું કરીને ખ્રીસ્તી લોકોના હાથમાં હતી; અને સોપારી અને મરીની વાડીઓ હતી. મલબારના લેક મીઠું પકવતા. પણ પાક જોઈએ તેટલો ઉતરતો નહીં. ડાંગર, સોપારી અને . મરી નિકાસની મુખ્ય ચીજ હતી. કપાસ, રેશમી કાપડ ખાંડ અને મીઠું આયાત કરવાં પડતાં હતાં.
મેંગલોરથી દસમાઈલ અલા આવે છે. તેને ફિરંગી-પટ્ટણ કહે છે કારણકે ત્યાં પહેલાં કોકણના ક્રિશ્ચિયન લકે રહેતા હતા. આ આખો મુલાક