________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૮૫
ટાપુઓમાં ઘણુંખરા ટાપુઓનાં માલીક હતાં. અહીંઆ નેરના વહીવટ પ્રમાણે વારસો સ્ત્રી વર્ગમાં ઉતરે છે.
ચેરીકલ પહાડી મુલક છે. ખેતી વિનાને છે. કનાનોર અને ચેરીકલ બેનાં મળી ૧૦૩૮૬ ઘર છે. જાન્યુઆરીની અધવચમાં ડા. બુકનન મલબાર છોડી ઉત્તરમાં કનારા તરફ ચાલ્યા.
કાનડા. ઉપર જણાવ્યું છે કે ૧૭૯૮ માં ટેમસ મને બારામહાલની જમાબંદી પૂરી કર્યા પછી કાનડામાં મોકલ્યા હતા. તે વખતે કાનડાને રાજા માં હતો પણ તેનો ભાણેજ અને વારસ બની સરભરામાં હાજર રહ્યા, અને મનાએ સાવધાનીથી તેમને કહી દીધું હતું કે તેમના હક કમ્પની સરકાર રૂબરૂ રજુ થશે. દરમીયાન ત્યાં તહસીલદારો નીમી દીધા, રાજાની સત્તા ખુંચવી લીધી, અને તેના નિર્વાહ માટે તેની ખાનગી મીલકત ઉપર જમાબદીની કાંઈક માફી કરી. આ ગોઠવણમાં બ્રિટિશ અમલદારોની સન્નિષ્ઠા બાબતમાં નેર લોકોની ફર્યાદ હતી. મને એ ટિપુસુલતાનના દફતરના ૩૨૦૦૦ ને બદલે ૨૪૦૦૦ નો આંકડો મુકરર કર્યો, પણ આથી વધારે આ દેશ આપી શકે એમ હતું જ નહીં અને આ રકમ પણ આ જમીનનું આખું ભાડું જ હતી તહસીલદાર ત્રિમુલરાવ આર્કટ કરતાં અહીંનો આંકડો ભારે ધારતો.
ડા. બુકનન માંગલોરમાં એક અઠવાડીઉં રહ્યા. આ શહેર દરિઆકાંઠે રેતીને કીનારો મૂકીને આવેલા એક તલાવ ઉપર વસેલું છે. ત્યાં એકવાર તે બંદર હતું પણ બંદરનું ઊંડાણ ઓછું થવા માંડયું હતું અને બુકનન ગયા તે વખતે દશ ફુટથી વધારે અંદર જતાં વહાણો બારામાં આવી શકતાં નહતાં. મેંગલોરનો કિલ્લો ટિપુસુલતાને નાશ કર્યો હતો.
મંદિરને ધર્માદા આપેલી જમીનોમાંની કેટલીક ટિપુસુલતાને ખાલસા કરી હતી; પણ કેટલીક છુપી રહી હતી. ટોમસમ અને તેના ઉત્તરાધિકારી રેવનોએ