________________
પ્રકરણ ૧ લું.
અસર
તેવામાં મહેસૂરના હૈદરઅલી સાથે બીજી લડાઈ થઈ. ચાર ઠેકાણે સર આયરફૂટે તેને હરાવ્યું. પણ હૈદરઅલી દરેક ઠેકાણે રણક્ષેત્રમાંથી પિતાનું સૈન્ય બચાવી શકો અને તેનું બળ ઓછું થયું નહિ. એટલું જ નહિ પણ ઉત્તમ વ્યુહરચનાથી કર્નલ બેલી અને બ્રેથવેટની સરદારી નીચેની બે બ્રિટિશ ટુકડીઓને તેણે ઘેરી લીધી અને તેને સમૂળ નાશ કર્યો. પણું હૈદર અને ૧૭૮૨ માં મરણ પામ્યા અને સને ૧૭૮૩ માં તેના પુત્ર ટીપુ સુલતાન સાથે સલાહ કરવાથી તે લડાઈ બંધ થઈ.
હેસ્ટિંગ્સનાં કૃત્ય, હેસ્ટિંગ્સ સને ૧૭૭૫ માં અયોધ્યાનો તે વખતનો નવાબ મરણ પામતાં તેના વારસ પાસે બનારસ પ્રાન્ત પિતાને સોંપાવરાવ્યું. આથી બનારસનો રાજા એક બ્રિટિશ પટાવત થયે. હેસ્ટિંગ્સ મુકરર કરેલી ખંડણી ઉપરાંત બીજી મોટી રકમો બનારસના રાજા પાસેથી માગી; તેને ભારે દંડ કર્યો; તેને પકડ અને કેદ કર્યો, અને તેની રૈયતને બળ કરવા જરૂરી પાડી. પરિણામે રાજાને પદભ્રષ્ટ કર્યો, અને તેનું રાજ્ય તેના એક સગાને ખંડણીની રકમમાં વધારો કરીને સેપ્યું.
અયોધ્યાના નવા નવાબ પાસે પણ ખંડણીની પાછલી બાકીની ઉઘરાણી કરી, અને એણે પિતાની અશક્તિ બતાવી તેથી તેની મા અને વડીઆઈને લૂંટવામાં તેને મદદ કરી અને તેવી રીતે દસ લાખ પાઉંડ કરજમાં ભરાવ્યા. વળી અયોધ્યા અને મદ્રાસમાં બ્રિટિશ લેણદારોને જમીન માંડેલી હોવાથી લેકોના ઉપર ઘણો ત્રાસ થત; અને બંગાળામાં વંશપરંપરાનાં જમીનદારોના કાની અવગણના કરીને કમ્પનીની ઉપજમાં વધારો કરવાના હેતુથી હેસ્ટિંગ્સ તેમની જાગીર હરાજ કરી નાંખી.