________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૭૫ રાજ્યકર્તાઓએ સમરાવેલાં હતાં. અને તે મુલક કમ્પનીના હાથમાં આવ્યા પછી કમ્પનીના નેકરોએ પણ કંઈક સમારકામ તેના ઉપર કરાવ્યું હતું. સમરાવ્યા વિના પડી ગયેલાં તળાવની જમીનમાં થઈને ચાલતાં ડા. બુકનનને તમામ જમીન પડતર માલુમ પડી; આ મુલકમાં જળાશય ઉપર ખેતીને આટલો બધો આધાર હતો. દેશાધ્યક્ષ મેજર મેકલાઉડે-ગૌડેની સત્તા નાબુદ કરી હતી. અને તેમને માત્ર પગાર મુકરર કરી સરકાર તરફથી ઉઘરાતદાર તરીકે રાખ્યા હતા. આ રીતથી બેશક જમીનની મહેસુલમાં વધારો થયે, પણ તેથી હિંદની જુની ગ્રામસંસ્થા નબળી પડી.
ગંગનચેકીનો ભવ્ય ધોધ અને શીવનસમુદ્રન ટાપુ-એ બેને જોઈને . બુકનનને વિસ્મય થે. બિરા ચોકીને દક્ષિણને ધોધ એને વધારે રમ ણીય લાગ્યો. ત્યાં તેને કહેવામાં આવેલું કે શિવસમુદ્રનું રાજ્ય આશરે ૧૨૦૦ ની સાલમાં સ્થાપવામાં આવ્યું હતું પણ તેને પિતાને ૧પ૩ની સાલ વધારે શકય લાગી હતી. આસપાસની સત્તાઓના સંયુક્ત આભિઘાતથી ત્રણ પેઢી પછી તે રાજ્ય પડી ભાગ્યું હતું.
કોલગેલા અને સાતગેલાના મુલકે અહીંથી પશ્ચિમમાં આવ્યા. ત્યાં પૂર્વ ઘાટના ડુંગરાઓ ઊચાણ સપાટીથી ૨૦૦૦ ફુટ ઊંચા હતા. પાલીઆ સુધીના મુલકની ખેતી સારી હતી. પણ તેની પેલી પાસ અરધ કરતાં વધારે જમીન પડતર હતી, અને તળાવે નાશ પામ્યાં હતાં. પૂર્વ તરફ આગળ જતાં ડા. બુકનને મથુલી આગળ ઘાટમાં પ્રવેશ કર્યો અને પર્વતમાં ને પર્વતમાં કાવેરી નદીમાં આવેલા કાવેરીપુર સુધી પહોંચ્યા. અહીંઆ આગળ પર્વતના માર્ગનું રક્ષણ કરવા પાળેગારે એક કીલે બાંધ્યો હતો. - કાવેરીપુર આગળ એક પ્રાચીન જળાશય હતું. તેનાથી ૨૫૦૦ એકર જમીન પાણી પીતી. પચાસ વર્ષ ઉપર તે તળાવ ફુટી ગયું હતું અને પછીથી તેને કોઈએ સમજાવ્યું નહતું. કાવેરીપુર આગળથી ઉપલા અને નીચલા મુલક વચ્ચે ઘણો વેપાર ચાલતો, અને ડા. બુકનનને હમેશાં ચાળીસથી