________________
૧૭૬
પ્રકરણ ૪ થું.
પચાસ પેઠે રસ્તામાં મળતી હતી. કાવેરીની એક શાખા તુમ્બુલને કાંઠે કાંઠે પાંચ પ્રાચીન સરોવરે હતાં તે પચાસ વર્ષ ઉપર ફુટયાં હતાં પણ કોઈએ સમરાવ્યાં નહોતાં.
ઉપર કહ્યું છે તે પ્રમાણે ગડ–લોકોને નવા રાજ્યમાંથી બાતલ કર્યા હતા. અને મેજર મેકલાઉડના વહિવટમાં આ દેશમાંથી ૧૦૨૯૩ પાઉંડ અને ૧૬૫૪૫ પાઉંડ વચ્ચે વાર્ષિક ઉપજ આવતી; જે, પગારદાર તહસીલદારોની મારફત ઉઘરાવાતી. આ તહસીલદારના હાથમાં મહેસુલી-ફોજદારી ન્યાયા ધીશની અને પોલિસની સત્તા હતી. ખેતીના મજુરને ર થી ૩ રૂપીયા વર્ષે દહાડે પગાર, રહેવાને ઘર અને મહીને ૧બુશેલ (?) દાણો મળતા. તેમની સ્ત્રીઓ જે કામ કરી શકે તેવી હોય તેમને દાડી મળતી. ઘાટ ઉપરની ખેતીની સામગ્રી કરતાં અહીંની સામગ્રી વધારે દરિદ્ર હતી.
૧૯ મી અકબરે ડા. બુકનન ભવાની નદી ઉપર નળરાયન સુધી આવ્યો. રસ્તામાં જે મુલક જે તેને પિણે ભાગ પડતર હતો. ભવાનીની વચ્ચે બાંધવામાં આવેલા એકબંધે નદીનું વેણુ બે ભાગમાં વહેચાઈ ગયું હતું. આ નહેરોમાંથી પીતી જમીન વર્ષ દિવસમાં એક પાકતો અવશ્ય આપતી. બીજી થોડી જમીન જે તળાવમાંથી પાણી પીતી હતી તેમાંથી બે પાક પણ મળતા પણ ત્યાં પાણીને આગ અનિશ્ચિત હતો. કમ્પનીના રાજ્યમાં ઉપજ ગમે તે થાય પણ ખેડૂતોને પૂરેપૂરો કર આપવો પડતો. આ તેમને ભારે પડતું અને પૂર્વ પ્રમાણે કરવાની તેમની ઈચ્છા હતી. - અન્નામોદાવરી આગળ ભવાની નદીમાંથી કાઢેલી હેરેમાંથી પાણી પાઈને ડાંગરનો પાક લેવામાં આવે છે. અહીંને બંધ એકસો વીસ વર્ષ ઉપર નજયરાજે બંધાવેલ છે. જ્યાં પાણી પહોચતાં નથી. ત્યાંની જમીનને છો ભાંગ પણ ખેડવાણ નથી. જમીન સારી છે પણ જનરલ મેડોઝની ચડાઈ પછી ખેતી બંધ થઈ છે; કારણ કે વસતિ બધી ડુંગરાઓમાં ભરાઈ ગઈ અને ત્યાં ઘણે ભાગે મરણ પામી.