________________
૧૭૪
પ્રકરણ ૪ થું. ~ ~
~ હનગોડુથી અગ્નિ કોણમાં હેગડદેવનું જુનું રાજ્ય આવેલું છે. એમ કહેવાય છે કે પંદરમા સૈકામાં આ રાજાએ આ મુલક વસાવ્યો હતો. છેક હૈદરઅલીના વખત સુધી આ ગામમાં આશરે હજાર ઘર હતાં પણ જ્યારે બુકનને મુલાકાત લીધી ત્યારે માત્ર એંશી હતાં. આ મુલક સુખડનાં લાકડાં માટે પ્રખ્યાત છે. તેનાથી આગળ પૂર્વ તરફ મોટા બેટ નામને છેલ્લે લેઢાની ખાણે માટે પ્રખ્યાત છે.
તા. ૧ લી અકબરે ડા. બુકનન કાવેરીની એક શાખા કાપિની નદી ઉપર આવેલા તૈફ આગળ પહોચ્યા. આ મુલકમાં કેટલાંક ગામડાંઓમાં ગડ
કે વંશપરંપરાના હતા. લેક તેમજ સરકાર જારદાર કરતાં આ લોકોને વધારે પસંદ કરતા. વંશપરંપરાના ગેડે ખેથી વધારે વાકેફ છે. તેમને ખેડુત પ્રીતિથી માને છે અને સાહુકારો સાથે તેમની આંટ ઇજારદાર કરતાં વધારે છે. જે વખતસર સરકારહક ન ભરાય તો ગામને સરકારી કામદાર કેન્દ્ર ઉપર જપ્તી કરે; સરકાર હકને જે મોલ આવ્યો હોય તે વેચી નાણું કરવાનું કામ તેનું. તૈફ અને નરસિંગપુર બેની આસપાસ સાિંદર્ય મનહર છે. દરેક ખેતરની આસપાસ સારી વાડ નાંખવામાં આવેલી છે, ખેતી પણ સારી છે, જમીન બધી ઉંચી છે. ડાંગરની ખેતી નથી.
નરસીંગપુર કાવેરી ઉપર આવેલું છે, તેમાં બે મંદિરો અને આશરે બસેં ઘર છે. તેની નજીકમાં ઉમદા કાળી જમીન છે જેમાં કપાસ પુષ્કળ થાય છે. ઘઊં અને વળું પણ તેટલાજ થાય છે અને રાતી જમીનમાં રાગોને પાક ઉતરે છે.
કઈમટુર. ઓક્ટોબરની શરૂઆતમાં ડા. બુકનને મહેસુર છેડ્યું અને કઈમટુર જતાં બ્રિટિશ હદમાંથી પસાર થયા. કેલિગલા જીલ્લામાં ખેતી સારી હતી. સુમારે ચાળીસથી પચાસ મોટાં તળાવો હતાં. જે એંશી વર્ષ ઉપર મહેસુરના