________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ, ૧૭૭ વચમાં પડશે અને માર્યો ગયો. તે પછી પ્રિયપટ્ટન કૂર્મ અને મહેસૂર વચ્ચેની સરહદની લડાઈઓનું સ્થળ થઈ પડ્યું. ટિપુસુલતાને કુર્ગ જીત્યું ત્યારે તેને નુકશાન પહોચ્યું હતું, અને બ્રિટિશ સાથેના ટીપુના યુદ્ધમાં પાયમાલ થઈ ગયું હતું. ડા. બુકનન કહે છે કે “તે શહેરના ખંડેરોમાં વાઘોનો વાસ થયો છે; અને મને વાઘના વસવાટવાળા તે શહેરનાં મંદિરોની મુલાકાત લેવી દુરસ્ત લાગી નહિ.”
પ્રિયપટ્ટનની આસપાસની પીત જમીન સરોવરમાંથી પીએ છે. પણ આ મુલકના દક્ષિણ ભાગને લમણુતીર્થની નહેરમાંથી પાણી મળે છે. તેમાં ડાંગર, શેલડી, રાગી, ચણું કઠોળ, તલ વગેરે મોલ ઉપજે છે. ખેતીના મજુરને વર્ષ દિવસના ૧ પાઉંડ (૧૦) રૂપિયાથી ૧૩ રૂપિયા સુધી પગાર અને એક ટંક જમવાનું મળે છે. અને સ્ત્રીઓને વર્ષ દિવસના ત્રણ રૂપીયા અને બે વારનું મળે છે બેસાંતીવાળા માણસ પાસે ઘણે ભાગે ચાળીસ બળદ, પચાસ ગાય, છ સાત ભેંશ અને સોએક ઘેટાં બકરાં હોય છે. પીત મોલની ઉપજ ગામના કર અપાઈ રહે તે પછી રાજ્ય અને લેક વચ્ચે સરખે ભાગે વેંચાય છે. લડાઈ પહેલાં તાડના બગીચા પુષ્કળ હતા અને ચરો પણ સારો હતો. જંગલના કાંઠા ઉપર સુખડનાં ઝાડે થતાં. - પ્રિયપટ્ટણથી નૈઋત્યમાં નગોડુ આગળ ડા. બુકનને લક્ષ્મણતીર્થને એક બંધ જોયે. તેનું વર્ણન આપતાં લખે છે કે નદીની વચમાં પડેલા ડુંગરાઓનો લાભ લેવામાં આવ્યો છે. જ્યાં ઉંચાઇની ખામી છે ત્યાં પથરાથી પૂરી દઈ સરખું કરવામાં આવ્યું છે. તે અત્યારે એક સુંદર બંધ જેવું થઈ રહ્યું છે. તે ઉપરથી સો વાર લાંબો અને ચાર ફીટ ઉંચે એક ધેધ પડે છે. તે આરપાસ લીલોતરી અને ઝાડીવાળો મુલક હેવાથી બહુ રમણીય દેખાય છે. આ બંધને લીધે પાણીનું વેણ પૂર્વ તરફનું થયું છે, આનાથી આશરે ર૬૭૮ એકર જમીન પાછું પીએ છે.