________________
- ૧૭ર
પ્રકરણ ૪ થું.
થી તદન નાશ પામ્યું હતું પણ ત્યાં તેણે કાવેરી નદીમાંથી કહાડેલી બે હેરો જોઇ, જે મહેસુર અષ્ટગ્રામના આખા જીલાને પાણી પાતી હતી. આમાંની એકમાં એક જીવતો ઝરે હતો જે કદી સુકાતો નહીં અને તેથી કરીને સુકી મોસમમાં પણ ખેડુતો ડાંગરનો પાક કરી શક્તા હતા. - કાવેરીની એક શાખા લક્ષ્મણતીર્થ નામની નદી નન્દી દૂર્ગના ડુંગરોમાંથી નીકળે છે. આ નદીમાંથી છ નહેરો કહાડવામાં આવી છે. ને બધી જમીન પાય છે. આ હેરોના બંધ બહુ સુંદર બાંધણીના છે અને એના ઉપરથી પડતા ધોધનો દેખાવ બહુ રમણીય થાય છે. આ હેરોથી પહેલાં આશરે ૧૮૦૦૦ એકર જમીન પાણી પીતી.
આ મુલકમાં વંશપરંપરાના ગાડ–અથવા ગામના મુખીઓ નથી. અને ઉપજ ઇજારદારો વસુલ કરે છે. તેઓ પૂર્વના મહૈસુરના રાજાઓએ ઠરાવેલા વહીવટથી વધારે, ખેડુત પાસેથી લઈ શકે નહિ. હૈદરઅલ્લીએ હરકાર એટલે જમીનની મેહેસુલના તજવીજદારો નીમ્યા હતા તેમનું કામ ઇજારદારોને અંકુશમાં રાખવાનું અને લોકની ફરિયાદો સાંભળવાનું હતું. ટીપુસુલતાને હકારા કહાડી નાખ્યા તેની અસર એ થઈ કે લોકેના ઉપર જુલમ થયા, અને રાજ્યની ઉપજમાં દગા થયા.
આગળ, પશ્ચિમ તરફનો મુલક બધે ઉજજડ થયો હતો; ૧૭૬૧ માં બાજીરાવ અને તેના મરાઠા સરદારોથી અને રહ્યું સહ્યું ૧૭૯૨ માં કૉર્નલિસની ચડાઈથી. પ્રિયપટ્ટન એક મોટું શહેર હતું અને નદીરાજ નામના એક પાળેગારના હાથમાં હતું. આ પાળેગારના કુટુંબ પાસે ઉત્તરમાં કાવેરીથી અને પશ્ચિમમાં કૂર્ગની સરહદ સુધીનો મુલક હતા, અને તેઓ કૂર્ગના રાજાને એકલાખ રૂપિયાની વાર્ષિક પેશકશી આપતા. એમ કહેવાય છે કે આ કુટુંબ બના એક પાળેગારે ૧૬૪૦ માં મહૈસુરની હામે બહાદુરીથી પોતાની જાગીરનું રક્ષણ કર્યું હતું. અને જ્યારે એમ માલુમ પડ્યું કે હવે બચી શકાશે નહીં ત્યારે પિતાનાં બૈરાં છોકરાને મારી નાંખ્યાં અને પછી તલવાર સાથે શત્રુઓની