________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૭૧
જાય ત્યાં સુધી તેઓને કહાડી શકાતા નથી. ડાંગરની જમીનમાંથી જે ભાગ લેવાય છે અને આકાશીઆ જમીનની સાથે નાણામાં અપાય છે. શ્રીરંગપટ્ટણની દક્ષિણે આશરે પંદર માઈલ ઉપર મેલડટે છે. તે એક ઉંચી ટેકરી ઉપર સુંદર જગાએ બાંધેલું છે. ત્યાંથી કાવેરીની ખીણને અને મસુરની દક્ષિણમાં મહેસુરના ડુંગરાઓના પશ્ચિમ ઘાટનો અને પૂર્વમાં સવનગંગા અને શિવગંગાને રમણીય દેખાવે નજરે પડે છે. ત્યાં એક વિશાળ સુપ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તેની આસપાસ સ્તંભની રચના છે, અને વચમાંના મોટા તળાવની આસપાસ યાત્રાળુઓને માટે મેટાં મકાન બાંધવામાં આવેલાં છે. એમ કહેવાય છે કે આ મંદિરના દાગીના ખેંચી લેવામાં ટિપુ સુલતાનને પણ ભય લાગ્યો હતો. પછી તે શ્રીરંગપટ્ટણની ત્રીજોરીમાં રાખવામાં આવ્યા હતા, અને અંતે બ્રિટિશ સેનાએ જ્યારે તે રાજધાનીનું શહેર કબજે કર્યું ત્યારે તે દાગીના બચાવ્યા હતા.
મલાયકોટાની દક્ષિણે ટોનર છે ત્યાં ડા. બુકનને યાદવનિધિ નામનું મોટું સરોવર જોયુ, જે અગીઆરમા સૈકામાં પ્રસિદ્ધ સુધારક રામાનુજાચાર્ય બંધાવ્યું હતું એમ કહેવાય છે. “બે મેટી ટેકરીઓ વચ્ચે બે પહાડી ધોધ વળતા હતા; ટેકરીઓ વચ્ચેના આ માર્ગને રામાનુજે ૭૮ કયુબિટ ઉંચી, ૧૫૦ કયુબિટ લાંબી, અને પાયામાં ૨૫૦ કયુબિટ પહોળી એક દીવાલથી બાંધી લીધો. વધારાનું પાણી ઘણી મહેનતે કહાડેલી એક સેરમાંથી વહી જાય છેઅને તે એટલી લાંબી છે કે તેનાથી ત્રણ ચાર માઈલ દૂર સુધી આસપાસના ખેતરે પાણી પીવે છે. આ સરોવર જ્યારે પૂરું ભરાય ત્યારે ખેડુતોને બે વરસ સુધી ચાલે એટલું પાણી તેમાં થાય છે.” તા. ૧ લી સપ્ટેમ્બરે ડા. બુકાનન શ્રીરંગપટ્ટણ પાછો આવ્યો.
દક્ષિણ મહેસૂર, ડા. બુકાનને શ્રીરંગપટ્ટણ તા. ૫ મી સપ્ટેમ્બરે છેડયું અને ત્યાંથી દક્ષિણ મહેસૂર તરફ ચાલ્યો. પહેલાં તે પાલહુલી આગળ તે ગયે. તાજી લડાઈ