________________
૧૭૦
પ્રકરણ ૪ શું.
ખેડે અને ઢારનાં દૂધ વગેરે શેહેરમાં વેચે. દરેક કુટુંબ વેરાના રૂ. ૨] આપે. ગિર અને તેની પડોશના મુલકમાં લહુ ગળાતું અને ગજવેલ બનતી. ત્યાંથી દક્ષિણ તરફ જતાં તળના કરાઈમાં ડા. બુકાનનને ખેતી ઠીક જણાઇ પણ તુંમકુસમાં તે જમીન ઉજડ હતી. અને ગામે કીલ્લાબંધ હતાં. અહીંઆં રાગી પુષ્કળ થતી, તેમ ડાંગેરના કયારા પણ ઘણા હતા. ત્યાંથી દક્ષિણ ગુખીકાંઇક ઠીક શહેર હતુ ત્યાં ૧૫૪ દુકાનેા હતી અને આઠે દહાડે બજાર ભરાતું. જાડું સફેદ અને રંગીન સુતરાઉ કાપડ, કામળી, ગુણપાટ, સેાપારી, નાળીએર, આમલી, દાણાઃ લાખ, લેઢુ અને ગજવેલ તમામ ચીજે આસપાસના મુલકમાંથી અહીં વેચાવા સારૂ આવતી.
_1
ડેારાગુડામાં લેઢાની ખાણેા હતી. તવીનાકરાય પણ કંઇ અગત્યનુ શહેર હતુ. તેને એક બહાર અને એક અ ંદર એ કીલ્લા હતા, અને કીલ્લા બહાર સાતસે ધરનું પરૂ હતું. પ્રથમ તે તે પાળેગારના મોટા કુટુંબના હાથમાં હતું. જેમાંના માત્ર એકે ચાર મેટાં મદિરા અને જમીન પાવા માટે ચાર મેટાં જળાશયો બાંધ્યાં હતાં. આસપાસના મુલકમાં પ્રથમ કટકે કટકે ખેતી થતી હતી, પણ પરશુરામભાઉની સરદારી વચે મરાઠાઓની ચડાઇ થઇ તેમાં તે પાયમાલ થઇ ગયુ હતું. ત્યાંથી દક્ષિણે ભેલુસ છે. જ્યાં ડાંગરના બરની સુદર જમીન છે અને મોટું તળાવ છે. એલુસ અને શ્રીર'ગપટ્ટણ વચ્ચે ચાળીસ માઇલને મુલક ૧૭૯૨ ની કૉર્નવાલિસની લડાઇથી ઉજ્જડ થઇ ગયા હતા. અને ટિપુસુલતાને લોકોને મેદાનના મુલક છેડી જ ગલમાં રહેવાની ફરજ પાડી હતી. ત્યાં તે ખીચારા ઝુંપડાંમાં રહેતા અને જેમ તેમ કરીને નિર્વાહ્ન કરતા. તેમાંના કેટલાક તો ભુખમરાથી મરણ પામ્યા હતા. અને જ્યારે બુકનને એની મુલાકાત લીધી ત્યારે અરધી વસતિ પણ ભરાઇ ન હતી.
મેલુસની નજીકમાં નાગ મગળના મુલક હતો. ત્યાં ગામડાના મુખી કઇક પેાતાની જમીને સાંથે આપે છે, બાકી લેાકેા પાસેથી ઉધરાવે છે. લેાકેાને જમીનની માલિકી હોય છે, અને જ્યાં સુધી જૂનાં ધારણ પ્રમાણે સાંથ આપ્યું