________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૬૯
હતાં. રાગીને લાયક આકાશીઆ જમીન રૂ. ૦-૯-૦ થી રૂ. ૧-૧૧-૦ સુધી સાંથ આપતી હતી. ખેડુતનેા પેાતાની જમીન ઉપર હક હતા, અને વર્ષો વીતી ગયા પછી પણ તે જમીનને કબજો લઇ શકતા હતા. દરમિયાનમાં જો આગ તુક ખેડુતે ક ંઇ સુધારા કર્યા હાય તેા મૂળ ખેડુતને તેનાં નાણાં આપવાં પડતાં. મજુરી, માણુસ મહીનાના રૂ. ૨-૦-૦ રળતા અને સ્ત્રીને ૧-૧૧-૦ મળતી આ દેશમાં વખતે વખત અનાવૃષ્ટિને લીધે તંગી પડતી પણ માણસમરકી થાય તેવા દુકાળા ભાગ્યે પડતા હતા. પણ જ્યારે તંગીની સાથે લડાઇ આવે અને દાણાનેા વ્યવહાર (વણુઝાર) બંધ થાય ત્યારે દુષ્કાળનાં સર્વ સંકા ઉત્પન્ન થાય. લાર્ડ કાર્નવાલિસની ચડાઇએના સમયમાં આવેલાં આવાં સંકષ્ટા દેવળ અષ્ટપૂર્વ હતાં. તે વખતે દેશના ઉપર ચારે તરફથી દુશ્મનેાના ઘેરા હતા, અને દેશની અંદર દુશ્મનેનાં લશ્કરેા તેમજ તેટલાંજ વિનાશકારક પેાતાનાં લશ્કરા પેસી ગયલાં હતાં ત્યારે કેવળ દુર્ભિક્ષને લીધે અરધેઅરધ માણસને બ્રાણુ નીકળી ગયા હતા.
તા. ૩૧ મી જુલાઇએ ડા. બુકનન સીર પહેાચ્યા. મેાગલાના વખતમાં આ શેહેર મેટું અને આબાદ હતું. તેમાં પચાસ હજાર ધર હતાં અને અઢીલાખ માણસની વસ્તી હતી. પછી તે હૈદરના હાથમાં ગયું અને મરાઠાની ચઢાઇએથી અને ટીપુના જુલમથી પાયમાલ થઈ ગયું. ત્યાં ડાંગેર-રાગી ઘઉં, શેલડી કઠોળ, કપાસ વિગેરે થતાં હતાં. સરકારની સાંથ કાઇવાર નાણાંમાં અને કાઇ વાર વજેથી અપાતી. ત્યાં સેાપારી, મરી, સુખડ અને તેજાના આયાત થતા હતા, અને કાંબળી, કાપડ, તેલ, ધી, આદુ અને નાળીએર બહાર મેકલાતાં હતાં. ઝીણાપાતવાળી પણ સાવિનાની મઝલીન અને જાડાં કાપ હતી કેટલીક તરેહ; એ મુખ્ય પેદાશ હતી.
ત્યાંથી પાછા મધુગિરિ જઇ ડા, બ્રુકનને ત્યાંના પ્રસિદ્ધ ઢારા સંબંધી કેટલીક તપાસ કરી. ત્યાં તેણે જોયુ કે દરેક શહેરમાં અને દરેક ગામમાં ઢાર ઉછેરવાને માટે ખાંડાં છે. માવાળ લાફા જ ગલના નાકા ઉપર રહે, થોડીક જમીન