________________
૧૬૮
પ્રકરણ ૪ થું.
અને લગભગ ૭ રૂપીઆ વર્ષે દહાડે મજુરીના મળતા હતા. મજુરોમાં રોજીદ રેજ પુરૂષોને સવાબે આના, અને સ્ત્રીઓને દેઢ આનો હતો.
. ટીપુસુલતાનનાં યુધ્ધના સમયમાં અને તેના નિરંકુશ રાજ્ય અમલ દરમિયાન કલાર અને શિલાગુત્તને બહુ નુકશાન પહોંચ્યું હતું, પણ તે હવે ધીમે ધીમે આબાદીમાં આવતાં હતાં. તરેહતરેહવાર સુતરાઉ કાપડ એ સહુથી અગત્યની પેદાશ હતી. પશ્ચિમ તરફ જતાં ડો. બુકનન નન્દીદુર્ગ પહોચ્યા. આ પ્રસિદ્ધ શહેરની નજીકમાંથી ઉત્તર પન્નાર, પલાર અને દક્ષિણ પન્નાર નામની નદીઓ નીકળે છે. ડુંગરાઓની પેલી પાસનો મુલક ઉજજડ છે. પ્રથમ કરતાં ત્રીજો ભાગ પડતર છે. લોર્ડ કોર્નલિસની ચડાઈ પછી ગામડાઓ ભાંગી ગયાં છે. લેક કહેતાં કે અમારા ઉપર પાંચ જુદી જુદી આફતો આવી હતી. અનાવૃષ્ટિ, ત્રણ પસૈન્ય (દુશ્મનનાં લશ્કરો ) અને (એક મહૈસુરનું) સ્વસૈન્ય.
તા. ૧૮ મી જુલાઈએ ડા. બુકનન બલપુર આવ્યા. સોળમાં સૈકામાં વિજયનગરનું રાજ્ય જ્યારે ભાગ્યું ત્યારે આ, નારાયણ સ્વામિનામના પાળેગારના હાથમાં એક સ્વતંત્ર રાજ્ય થયું હતું. પણ પાછળથી તે મોગલ, મરાઠા, નિઝામ અને હૈદરઅલ્લીના હાથમાં પડયું હતું, અને આખરે હૈસુરના પુનઃસ્થાપિત વંશના હાથમાં આવ્યું. તે રાજ્ય છીંટ અને મઝલીન આયાત કરતું અને ખાંડ નીકાસ કરતું હતું. પશ્ચિમ તરફ આગળ જતાં મધુગિરિ આવે છે. ત્યાં પણ વિજયનગરના રાજ્યના પડી ભાગ્યા પછી એક સ્વતંત્ર પાળેગાર રાજ્ય કરતો હતો. તે પાછળથી હૈસુરના હાથમાં પડયું હતું. હૈદરઅલીએ ટેકરીઓ ઉપરના કીલ્લાઓ સમરાવ્યા હતા; અને એકસો વણકરેને વસાવ્યા હતા. ટિપુ સુલતાનના અમલમાં એ શહેર પડતીમાં આવ્યું હતું, અને લોર્ડ કોર્નવોલિસનાં હૈસૂર અને મરાઠાનાં યુધ્ધોથી તેની પાયમાલી થઈ ગઈ હતી. જ્યારે ડા. બુકનન અહીં આવ્યા ત્યારે ત્યાં ડાગર, રાગી, શેલડી, ઘઉં, કપાસ, કઠોળ, અને તલ-તથા તરેહતરેહનાં શાકભાજી થતાં