________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૫૫
હક, પિતાના કાયદા રચવાનો હક, રાજ્ય કારભારમાં કે સમસ્ત રાજ્યતંત્રમાં ભાગ મેળવવાને હક; એ તમામ હક તે આખી પ્રજા ખુએ છે. બ્રિટિશ ઈન્ડિયાને આમાંના કોઈ પણ હક નથી.
“આપણા અમલને એક મોટામાં મોટો ગેરફાયદો એ છે કે જનસમાજની ઊંચી પંકિતઓનો નાશ કરવાનું કે હલકી પાડવાનું, તેમને બધાને વધારે પડ તી રીતે એક સરખી સ્થિતિમાં લાવવાનું, અને તેમનું પરાપૂર્વનું વજન ઘટાડીને દેશના રાજ્ય કાર્યભારમાં તેમને ઓછા ઉપયોગી કરવાનું, તેનું વલણ છે. સ્વ. દેશી રાજ્યમાં એક જાગીરદાર કે ઈનામદાર અને રાજ્યના વહીવટી તેમજ લશ્કરી ખાતાના ઊંચા અમલદારોનો એક શ્રીમંત વગ હતો. આ અને મોટામોટા વેપારીઓ અને રૈયતમાંના માણસો મળીને એક ધનવાન અથવા તો ખાતે પીને મોટો વર્ગ હતો. એક રાજાએ આપેલાં જાગીર અથવા ઇનામો ઘણી વખત બીજે ખુંચાવી લેતો, અને વહીવટી તેમજ લશ્કરી અમલદારો વખતો વખત દૂર થતા હતા પણ તેમને બદલે બીજા થતા; તેથી, અને નવાં કૃપાપાત્ર માણસોને નવી જાગીરે અને નવાં ઇનામો અપાતાં હતાં તેથી, આ ફેરફારોની અસર એ થતી કે વખતે વખત જનસમાજને એવા ગૃહસ્થો પૂરા પાડવામાં આવતા હતા કે જેમની શ્રીમંતાઇથી દેશની ખેતી અને બીજા ઉછેગેને સારૂં ઉત્તેજન મળી શકે. આ ફાયદા બ્રિટિશ રાજ્યમાં લગભગ તદન બંધ થયા છે, તમામ અગત્યના વહીવટી અને લશ્કરી અધિકારો હવે યુરોપિયનોના હાથમાં છે, જેમની બચત તેમના દેશમાં જાય છે.”
હિન્દનું ભવિષ્ય. “આપણી બધી ગોઠવણમાં એક મોટો સવાલ આપણે હમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ. લોકેના શીલસ્વરૂપ ઉપર એની છેવટની અસર શી થશે? એનાથી એ ઉન્નત થશે કે અવનત થશે ? આપણે તે આપણી સત્તાને નિર્ભય